જયપુર,
કેટરીના-વિકી કૌશલ અને આલિયા-રણબીર બાદ વધુ એકવાર બોલિવૂડ કપલની લગ્નની શરણાઈઓના શૂર ગુંજી ઉઠશે. આ સાથે જ ૨૦૨૩માં બોલિવૂડમાં ફર્સ્ટ વેડિંગ થશે.કિઆરા અડવાણી અ સિદ્ધાર્થ મલ્હોત્રાએ આખરે વેડિંગ વેન્યુ પર કળશ ઢોળી દીધો છે. લગ્નની ડેટની અને વેન્યુની જાહેરાત થતા જ ફેન્સ ઉત્સાહિત થઇ ગયા છે. તો આ શાહી લગ્નનું ડેસ્ટિનેશન પણ સામાન્ય નથી.કિઆરા-સિદ્ધાર્થે ભારતના ટોપ ૧૫ વેડિંગ ડેસ્ટિનેશનમાં સામેલ જગ્યાની પસંદગી કરી છે. આ સ્થળ રાજસ્થાનના મુંબઈથી હજારો કિલોમીટર દૂર છે. ક્યૂટ કપલ જેસલમેરની રેતી વચ્ચે વચ્ચે આવેલી સૂર્યાગ્રહ હોટલમાં લગ્ન કરવાનો પ્લાન કરી રહ્યા છે.
જેસલમેરની સૂર્યગઢ હોટલ શહેરથી લગભગ ૧૬ કિમી દૂર સેમ રોડ પર આવેલી છે. આ હોટલનું નિર્માણ જયપુરના એક બિઝનેસમેન દ્વારા ડિસેમ્બર ૨૦૧૦માં કરવામાં આવ્યું હતું. લગભગ ૬૫ એકર વિસ્તારમાં ફેલાયેલી આ હોટલ જેસલમેરના પીળા પથ્થરોથી બનેલી છે.
આ હોટલ ડેસ્ટિનેશન વેડિંગ માટે દુનિયાભરમાં જાણીતી છે. આ સાથે જ અહીં ને લગ્ન માટે બેસ્ટ રૂમની સાથે-સાથે સ્વિમિંગ પૂલ અને ૬૫ એકરની હોટલમાં લગ્નના તમામ ફંક્શન્સ કરવા માટે એક સરસ લોકેશન મળે છે.હોટલમાં વેડિંગ ફંક્શન માટે અલગ-અલગ જગ્યાઓ બનાવવામાં આવી છે. હોટલનું ઇન્ટીરિયર અને લોકેશન મહેમાનોને ખૂબ જ પસંદ આવે છે. આ કારણે બંનેએ લગ્ન માટે સૂર્યગઢની પસંદગી કરી હતી.
હોટલમાં બાવરી નામની એક જગ્યા બનાવવામાં આવી છે. આ જગ્યા ખાસ લગ્ન માટે જ બનાવવામાં આવી છે. મંડપની આસપાસ ચાર થાંભલા લગાવવામાં આવ્યા છે. આ મંડપમાં કિઆરા-સિદ્ધાર્થ ફેરા ફરશે. હોટલના તળાવ કિનારે ૨ મોટા બગીચા છે. જ્યાં એક હજારથી વધુ મહેમાનો આવી શકે છે.
હોટલનું સૌથી મોટું કોર્ટ યાર્ડ સંગીત, હલ્દી અને મહેંદી માટે બેસ્ટ પ્લેસ છે. ચારે બાજુ પીળા પત્થરોથી બનેલી કોતરણીવાળી જાળીવાળી ઉંચી ઇમારતો લાંબા પડદા પર લગાવીને ભવ્ય અને સુંદર બનાવવામાં આવે છે. મહેમાનો માટે રણમાં ડિનર પણ ઉપલબ્ધ છે. રણમાં ડિનર પર વ્યક્તિ દીઠ ૧૫ હજાર રૂપિયા લેવામાં આવે છે. આ સ્થળે સ્ટાર કપલના લગ્નના ફંક્શન્સ પણ યોજાશે.
આ હોટેલમાં સૌથી વધુ ડેસ્ટિનેશન શાહી લગ્નનું આયોજન કરવામાં આવે છે. ડેસ્ટિનેશન વેડિંગ માટે એપ્રિલથી સપ્ટેમ્બર મહિનામાં દારૂ વગરના એક દિવસની કિંમત આશરે ૧ કરોડ ૨૦ લાખ રૂપિયા હોવાનું કહેવામાં આવે છે. તો ઓક્ટોબરથી માર્ચ સુધી ટૂરિસ્ટ સિઝનમાં બુકિંગ માટે રોજના લગભગ ૨ કરોડ રૂપિયા ચાર્જ લેવામાં આવે છે. કિલ્લા જેવી આ ઇમારતમાં સુંદર પથ્થરની કોતરણીની સાથે-સાથે શાનદાર ઇન્ટરિયર પણ છે. આ હોટલમાં મહેમાનોનું રાજસ્થાની અંદાજમાં સ્વાગત કરવામાં આવે છે. પીળા પત્થરોથી બનેલી આ હોટલમાં ૩ કેટેગરીમાં રૂમ ઉપલબ્ધ છે, જેનું એક દિવસનું ભાડું ૨૦ હજારથી ૨ લાખ રૂપિયા સુધીનું છે. જે લોકો અહીં આવે છે તેમને શાહી મિજાજનો અનુભવ કરીને જ જાય છે. મહેમાનો માટે પણ અલગ-અલગ સુવિધાઓ છે.