ગોધરા, ગોધરા શહેરમાં સને 2021 ની સાલમાં ચકચાર જગાવનાર બનેલ 307 ના ગુન્હાના આરોપી અનસ અબ્દુલ ગની બદામને નામદાર પંચમહાલ જિલ્લાના સેન્સસ જજ એ શરતોને આધિન તારીખ:13/12/2021 ના રોજ નિયમિત જામીન ઉપર મુક્ત કરેલ હતો અને નામદાર કોર્ટ દ્વારા શરતમાં એવું દર્શાવેલું હતું કે, આરોપી અનસ બદામને ફરીયાદ પક્ષના કોઈપણ સાક્ષીને ધાકધમકી આપવી નહી અને આવાજ પ્રકારના ગુનામાં આરોપી એ પોતાની જાતને સંડોવવી નહીં તેમ છતાં આવા જ પ્રકારના ગંભીર ગુના કરવા માટે ટેવાયેલા અનસ બદામ દ્વારા હાલમાં ફરીથી આવાજ પ્રકારનો ગંભીર ગુનો આચરીને ફરીથી 307 ના ગુન્હામાં પોતાની જાતને સંડોવતા ગોધરા ટાઉન પોલીસ સ્ટેશન બી ડિવિઝનના પોલીસ ઇન્સ્પેકટર આર.કે.રાજપુત દ્વારા જીલ્લા સરકારી વકીલ રાકેશ.એસ.ઠાકોર મારફતે વારંવાર ગુન્હા કરવાની ટેવવાળા આરોપી અનસ બદામને સને 2021 ના ગુન્હામાં મળેલ જામીનની સગવડ રદ કરવા માટે પંચમહાલ જિલ્લાના એડી સેસનશ જજ પી.એ.માલવીયાની કોર્ટમાં અરજી કરતાં જામીન રદ કરવાની અરજીની સુનાવણી દરમિયાન જીલ્લા સરકારી વકીલ રાકેશ એસ.ઠાકોરની વિગતવારની દલીલો તથા હાલમાં સને 2023ની સાલમાં અનસ બદામ સામે નોંધાયેલી ખૂન કરવાની કોશિષની ફરિયાદમાં નામદાર સેસનશ કોર્ટ દ્વારા નિયમિત જામીન અરજી નામંજૂર કરવામાં આવી છે. જે હકીકત પણ રેકર્ડ ઉપર આવતા પંચમહાલ જિલ્લાના મહેરબાન એડી સેસનશ જજ પી.એ.માલવીયાએ દ્વારા આરોપી અનસ બદામને સને 2021 ની સાલમાં આપવામાં આવેલી જામીનની સગવડ રદ કરી દેવામાં આવેલી છે અને આરોપીને કસ્ટડીમાં લેવાનો હુકમ કરવામાં આવેલ છે. આ હુકમ થતાં સમગ્ર પંચમહાલ જિલ્લામાં વારંવાર પોતાની જાતને ગંભીર પ્રકારના ગુનામાં સંડોવતા આરોપીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.