ખુલ્લેઆમ રોમેન્ટિક થયા સૈફ અલી ખાન-કરીના કપૂર, લોકોએ કરી દીધા ટ્રોલ

મુંબઈ: બોલિવૂડ એક્ટ્રેસ કરીના કપૂર ખાન અને સૈફ અલી ખાનની જોડી પરફેક્ટ કપલ્સની યાદીમાં સામેલ છે. પાવર કપલ ’સૈફીના’ને ચાહકો ખૂબ પસંદ કરે છે. તેઓ ઘણીવાર એકબીજા પર પ્રેમ વરસાવતા અને વખાણ કરતા જોવા મળે છે. એટલું જ નહીં, આ કપલ ઘણીવાર કપલ ગોલ્સ પણ આપતા જોવા મળે છે.

જો કે હાલમાં કરીના અને સૈફનો એક એવો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં આ કપલે જાહેરમાં એવી હરક્ત કરી કે લોકો તેમને ટ્રોલ કરી રહ્યા છે. ૧૨ મે રવિવારના રોજ કરીના કપૂર ખાન અને સૈફ અલી ખાન તેમના ઘરની બહાર જોવા મળ્યા હતા. આ દરમિયાન બંને મેચિંગ રંગીન આઉટફિટ્સમાં ટ્વિન કરતા જોવા મળ્યા હતા. બંનેએ સફેદ રંગનો કુર્તો પહેર્યો હતો, જેમાં કપલ એકદમ શાનદાર લાગતું હતું.

કરીના-સૈફને એક્સાથે જોઈને પેપરાજીઓએ તેમને કેમેરામાં કેદ કરવાની તક ગુમાવી ન હતી. આ દરમિયાન બંને એકબીજાના પ્રેમમાં ડૂબેલા જોવા મળ્યા. વીડિયોમાં બંને પહેલા પોતાની બિલ્ડિંગમાંથી બહાર આવતા અને કારમાં બેસતા પહેલા લિપ લોક કરતા જોવા મળ્યા. તેઓએ એક નહીં પણ બે વાર ચુંબન કર્યું અને આ વીડિયો સામે આવતા જ હંગામો મચી ગયો.

એક તરફ, ચાહકોએ સોશિયલ મીડિયા પર કપલ માટે પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો અને મોટાભાગના લોકોએ તેમને ટ્રોલ કર્યા. એકે કહ્યુ- ’ઘરની બહાર આ બધી પ્રવૃત્તિઓ કરવાનો શું અર્થ છે?’ અન્ય એક યુઝરે લખ્યું, ’બધો પ્રેમ ઘરની બહાર વહે છે, જેણે આ બધું કેપ્ચર કર્યુ છે તેની પણ ભૂલ છે.’

અન્ય યુઝરે લખ્યું, ’આ બધું રૂમની અંદર પણ થઈ શકે છે, તેઓ ભારતની સંસ્કૃતિને બગાડી રહ્યા છે.’ અન્ય એકે લખ્યુ, ’ઘરે ચુંબન કરવાનો સમય નથી.’ વર્ક ફ્રન્ટની વાત કરીએ તો કરીના કપૂર છેલ્લે ફિલ્મ ’ક્રુ’માં જોવા મળી હતી, જેમાં તેણે તબ્બુ અને કૃતિ સેનન સાથે કામ કર્યું હતું.