ખુબ બાળકો પેદા કરો,વડાપ્રધાન ઘર બનાવી દેશે,રાજસ્થાનના આદિજાતિ પ્રાદેશિક વિકાસ મંત્રી

રાજસ્થાનના નવનિયુક્ત આદિજાતિ પ્રાદેશિક વિકાસ મંત્રી બાબુલાલ ખરાડીએ કહ્યું કે તમારે પુષ્કળ બાળકો પેદા કરવા જોઈએ. વડાપ્રધાન મોદીજી તમારું ઘર બનાવશે, તો શું મુશ્કેલી છે.

ખરાડીના આ નિવેદન બાદ સભામાં હાજર લોકો જોર જોરથી હસી પડ્યા હતા અને ઉપસ્થિત જનપ્રતિનિધિઓ અહીં-તહી જોવા લાગ્યા હતા.ખરેખર, બાબુલાલ ખરાડીએ ઉદયપુર શહેરથી ૧૩ કિલોમીટર દૂર નાઈ ગામમાં એક કાર્યક્રમમાં આ વાત કહી હતી.

બાબુલાલ ખરાડી બે પત્નીઓ સાથે એકમાત્ર મંત્રી છે. તેમણે આદિવાસી પરંપરા હેઠળ બે વાર લગ્ન કર્યા છે. ખરાડીએ ઉદયપુરમાં વિકાસ ભારત સંકલ્પ યાત્રામાં ભાગ લીધો હતો અને લાભાર્થીઓ સાથે વાતચીત કરી હતી. સીએમના આ કાર્યક્રમમાં મંત્રી બાબુલાલ ખરાડીની સાથે સ્થાનિક ધારાસભ્યો અને ભાજપના નેતાઓએ પણ ભાગ લીધો હતો, પરંતુ આ કાર્યક્રમમાં રાજસ્થાનના મંત્રી બાબુલાલ ખરાડીએ એક નિવેદન આપ્યું હતું જે હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે.

બાબુલાલ ખરાડીએ લોકોને સંબોધતા કહ્યું કે તમે ઘણા બાળકો પેદા કરો, વડાપ્રધાન તેમના માટે છત બનાવશે. રાજસ્થાનના મંત્રીએ સ્ટેજ પરથી આ વાત કહેતાની સાથે જ ત્યાં હાજર લોકોએ તાળીઓનો ગડગડાટ કર્યો હતો.આ કાર્યક્રમ ઉદયપુર શહેરની નજીક નાઈ ગામની સરકારી ઉચ્ચતર માયમિક શાળામાં યોજાયો હતો. જ્યાં CM ભજનલાલ શર્માની સાથે રાજ્યના આદિજાતિ મંત્રી બાબુલાલ ખરાડી અને બીજેપી ધારાસભ્ય ફૂલ સિંહ મીણા પણ વિકાસ ભારત સંકલ્પ યાત્રાના પડાવમાં હાજર રહ્યા હતા. બાબુલાલ ખરાડી ઉદયપુર જિલ્લાના ઝડોલ વિધાનસભાના ધારાસભ્ય છે.

ઉજ્જવલા યોજના અને બીપીએલ પરિવારોને ૪૫૦ રૂપિયામાં સિલિન્ડર પૂરા પાડવામાં આવતા હોવા અંગે મંત્રી બાબુલાલ ખરાડીએ જનતાને પૂછ્યું, હજુ શું મોંઘું છે, અને શું સસ્તું કરવાની જરૂર છે. જો કે, આ પછી તરત જ, તેમણે કહ્યું કે હજુ ઘણા કામો કરવાનાં છે.રોડ,વીજળીની વ્યવસ્થા પણ કરવી પડે છે.તેથી આપણે મફતમાં આપી શક્તા નથી.આ દરમિયાન બાબુલાલ ખરાડીએ જણાવ્યું હતું કે મિત્રો,ભારતના વડાપ્રધાનનું સ્વપ્ન છે કે કોઈ ભૂખ્યું ન સૂવે, છત વગર કોઈ રહેતું નથી.તમે ઘણા બધા બાળકોને જન્મ આપો, વડાપ્રધાન તમારા છે.અમે ઘર બનાવીશું.તો પછી તકલીફ શું છે.તો કોઈ સમસ્યા ન હોવી જોઈએ.તમને ખબર છે કે ભારતના વડાપ્રધાન ઈચ્છે છે કે દેશને આગળ કેવી રીતે લઈ જવો.