ખોટા વચનો આપવા, ખોટી ગેરંટી આપવી એ કોંગ્રેસની જૂની યુક્તિ છે; વડાપ્રધાન નરેન્દ્ર મોદી
હંમેશા ફેરવો, લટકાવો, ભટકાવો તે કોંગ્રેસની નીતિ રહી

સોલન,
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે હિમાચલ પ્રદેશના પ્રવાસે આવ્યા હતાં પીએમ મોદીએ સુંદરનગરના જ્વાહર ગ્રાઉન્ડમાં રેલીમાં સંબોધન કરતા કહ્યું કે થોડા દિવસ પહેલા તેઓ મંડી આવવાના હતા, પણ વરસાદને કારણે આવી શક્યા નહોતા. આ માટે તેણે લોકોની માફી માંગી હતા. તેમણે સ્વતંત્ર ભારતના પ્રથમ મતદારના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો.

મોદીએ સંબોધન કરતા વધુમાં કહ્યું હતુ કે જો તમારે સરકાર પાસેથી જવાબદારી જોઈતી હોય તો વધુ એક તક આપો. મોદીએ ભાજપને વધુ એક તક આપવાની અપીલ કરી હતી. તેઓએ કહ્યું કે મારે તમારા માટે કંઈક કરવું છે, મને સેવા કરવાનો મોકો આપો. હું તમારી સેવામાં ક્યારેય પાછળ રહીશ નહીં , પણ જો તમે એવા લોકોને અહીં બેસાડી દેશો જે કામને આગળ જ વધવા નહીં દે તો કામમાં અડચણો આવશે. એટલા માટે અહીં ભાજપની સરકાર બનવો.

આ ચૂંટણીને ખાસ ગણાવતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે ૧૨ નવેમ્બરે પડનારો એક-એક મત આગામી ૨૫ વર્ષની વિકાસ યાત્રા નક્કી કરશે. આ માટે સ્થિર સરકાર હોવી તે જરુરી છે. મોદીએ મિશન રિપીટ માટે વારંવાર દવા બદલવાનું ઉદાહરણ આપતા કહ્યું કે આ જ ભુલ આગાઉ હિમાચલમાં થઈ હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે ખોટા વચનો આપવા, ખોટી ગેરંટી આપવી એ કોંગ્રેસની જૂની યુક્તિ છે. ખેડૂતોની લોન માફીના નામે કોંગ્રેસ કેવી રીતે જુઠ્ઠુ બોલતી આવી છે, તેનો સાક્ષી આખો દેશ છે. જ્યારે દિલ્હી અને હિમાચલમાં ભાજપની સરકાર હતી ત્યારે કામ ઝડપથી ચાલતું હતું. પરંતુ જેમ તેમ કરીને પાંચ આના, પાંચ તેના આ ચક્કરમાં પડ્યા અને કોંગ્રેસીઓ પાછા આવી જતાં તમામ કામગીરી ઠપ્પ થઈ ગઈ હતી.

પીએમ મોદીએ જણાવ્યું હતું કે આઝાદી બાદ દેશનું પહેલું કૌભાંડ કોંગ્રેસ દ્વારા સંરક્ષણ ક્ષેત્રે આચરવામાં આવ્યું હતું.સંરક્ષણ સોદામાં મસમોટી દલાલી લીધી. કોંગ્રેસે ગંભીર રોગની રસી માટે વર્ષો-વર્ષો સુધી રાહ જોવડાવી હતી. તેમણે કહ્યું હતું કે પૂર્વ કોંગ્રેસ સરકારમાં આવાસ યોજના હેઠળ રાજ્યમાં ૨૦૧૨-૧૭ સુધીમાં ૧૫ મકાનો બનાવવામાં આવ્યા હતા.જયરામ સરકારના કાર્યકાળમાં ૧૦ હજાર ઘરોનું કામ શરૂ કર્યું હતું.ખોટા વચનો આપવા એ કોંગ્રેસની જૂની યુક્તિ રહી છે ખેડૂતોની લોન માફી અંગે કોંગ્રેસ ભૂતકાળમાં ખોટું બોલતી આવી છે.કોંગ્રેસે ૨૦૧૨માં તેના ઢંઢેરામાં આપેલા એકપણ વચનને પૂર્ણ કર્યું નથી. ભાજપ જે કહે છે તેને પૂર્ણ કરવામાં દિવસરાત કામ કરે છે ભાજપે ૩૭૦ હટાવવાનો સંકલ્પ કર્યો હતો, તેને પૂરો કર્યો.ભાજપે રામ મંદિર બનાવવાનો સંકલ્પ કર્યો હતો, તે પૂરો કર્યો. આ દેવભૂમિમાં રામ મંદિર બનાવવાનો ઠરાવ પણ લેવાયો હતો, તેને પૂરો કર્યો. કોંગ્રેસ ૪૦ વર્ષથી દેશના સૈનિકોને વન રેક્ધ વન પેન્શનનું વચન આપી રહી છે, પરંતુ તે પૂર્ણ કરી શકી નથી.ખોટા વચનો આપવા, ખોટી ગેરંટી આપવી એ કોંગ્રેસની જૂની યુક્તિ છે.

આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું હેલિકોપ્ટર સુદરનગરના બીબીએમબી ગ્રાઉન્ડ ખાતે લેન્ડ કરાયું હતુ. અહીંથી વડાપ્રધાન મહારાણા ચોક સુધી રોડ માર્ગે પહોંચ્યા હતા. મહારાણા ચોકથી જવાહર પાર્ક સુધી વડાપ્રધાન મોદીનો રોડ-શો યોજાયો હતો. લોકો હાથોમાં ફુલો લઈને વડાપ્રધાનનું સ્વાગત કર્યું હતુ.પહેલા તેમના રોડ-શોના આયોજનનું નક્કી નહોતું. આ પહેલા મોદી આજે પંજાબના અમૃતસરમાં પહોંચ્યા હતા, જ્યાં તેમણે ડેરા બિયાસનાં વડા ગુરિન્દર સિંહ ધિલ્લોન સાથે મુલાકાત કરી હતી. ત્યાર બાદ મોદી ડેરાના શ્રધાળુઓને પણ મળ્યા હતા અને લંગર ઘરની મુલાકાત લીધી હતી.વડાપ્રધાને મંડીના સુંદરનગરના જવાહર પાર્ક ખાતે પણ રેલીને સંબોધી હતી આ પ્રસંગે રાજયના મુખ્યમંત્રી,ભાજપના હોદ્દેદારો,નાગરિકો હાજર રહ્યાં હતાં.