પંચમહાલ એલસીબી પોલીસે ખોટા બનાવટી દસ્તાવેજો બનાવી ખોટો વ્યક્તિ ઊભો કરીને જમીન પચાવી પાડવાના ગુનામાં વોન્ટેડ આરોપીને ગોંન્દ્રા સર્કલ પાસેથી ઝડપી પાડયો હતો.
પંચમહાલ એલસીબી પોલીસ કોન્સ્ટેબલ કેહજીભાઈ સૈયદુભાઈને ખાનગી બાતમીદાર દ્વારા બાતમી મળી હતી કે ગોધરા શહેર બી ડિવિઝન પોલીસમથકે ખોટા બનાવટી દસ્તાવેજો બનાવી તેમજ ખોટો વ્યક્તિ ઊભો કરીને જમીન પચાવી પાડવાનો ગુનો નોંધાયો હતો, આ ગુનામાં સંડોવાયેલા અને નાસ્તો ફરતો વોન્ટેડ આરોપી ઈરફાન બિલાલ હયાત હાલમાં ગોધરા શહેરમાં આવેલ ગોંન્દ્રા સર્કલ પાસે ઊભો છે, જે ચોક્કસ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી, જેમાં બાતમી મુજબના આરોપી ઈરફાન બિલાલ હયાતની અટકાયત કરવામાં આવી હતી, પકડાયેલા આરોપીને વધુ કાર્યવાહી સંદર્ભે ગોધરા શહેર બી ડિવિઝન પોલીસમથકે સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.