ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, જીલ્લા સેવા સદન દાહોદ દ્વારા ખાદ્યચીજનેલઈને સાફ-સફાઈ તથા ગુણવત્તા અંગેની તપાસ ઝુંબેશ સતત ચાલુ રહેશે

ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, જીલ્લા સેવા સદન દાહોદ દ્વારા હાલમાં પાણીજન્ય રોગો ન થાય તેની તકેદારીના ભાગરૂપે દાહોદ જીલ્લામાં પાણીપૂરી વિક્રેતા તથા અન્ય ખાદ્યચીજનો ધંધો કરતા આશરે 70જેટલા વેપારીઓને ત્યાં તપાસ હાથ ધરવામાં આવીહતી, જે દરમ્યાન આશરે 50 થી 60 કિલોગ્રામ જેટલા અખાદ્ય પદાર્થનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. તેમાંથી 22 જેટલા વિક્રેતા પાસેથી 14 પાણીપુરીના પાણીના નમુના તથા8અન્ય ખાદ્યચીજના નમુના પૃથ્થકરણ અર્થે લઇ લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા હતા. તે તમામ વિક્રેતાઓને સાફ સફાઈ જાળવવા સુચના આપવામાં આવી હતી. વધુમા ખાદ્યચીજો સાથે સંકળાયેલ તમામ લારીગલ્લા વેપારીઓની સાફ સફાઈ તથા ગુણવત્તા અંગેની તપાસ ઝુંબેશ સતત ચાલુ રહેશે.

વધુમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, જીલ્લા સેવા સદન, દાહોદના ફૂડ સેફ્ટી ઓફિસરકમલેશપુરી કિશનપરૂ ગોસ્વામીએ (નમુનો વેચાતો આપનાર અને પેઢીના માલીક)નીલકંઠડેરી એન્ડઆઈસ્ક્રીમ, દુધીયા, તા. લીમખેડા, જી.દાહોદ, પાસેથી પનીર (લુઝ)નો નમુનો લઈને પૃથ્થકરણ કરવા માટે મોકલી આપવામાં આવ્યો છે. જે નમુનો સબ સબસ્ટાન્ડર્ડ જાહેર થતા એડ્જ્યુડીકેટીંગઓફિસર અને નિવાસી અધિક કલેક્ટરદાહોદ નાઓની કોર્ટમાંકેસદાખલ કરેલ હતો. જે કેસ ચાલી જતા તા. 16-07-2024નાંરોજ ચુકાદો આવતા સામેવાળાને આવો સબસ્ટાન્ડર્ડ પનીર(લુઝ) વેચવા બદલ રૂપીયા 15000/- નો દંડ કરવામા આવ્યો હતો. એમડેઝીગ્નેટેડ ઓફીસર ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, દાહોદ દ્વારા જણાવાયું છે.