કાગવડ ખોડલ ધામ જેવું પાટણ ના સંડેર મુકામે ઉત્તર ગુજરાત નું પ્રથમ ખોડલધામ સંકુલ બનવા જઈ રહ્યું છૅ અગામી તા. 22 ઓક્ટોબર ના રોજ ખોડલ ધામ સંકુલ નું ભૂમિ પૂજન થવા જઈ રહ્યું છૅ. જેને લઇ સંડેર મુકામે કાર્યક્રમને લઇ તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી રહી છૅ. ત્યારે આજે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ તેમજ આયોજકો દ્વારા સ્થળ નિરીક્ષણ કર્યું હતું.
કાગવડમાં જેવું ઉત્તર ઝોનનું ખોડલધામ પાટણ તાલુકાના સંડેર ગામે નિર્માણ પામનાર છે. 22 ઓક્ટોબરના રોજ સંડેર ખાતે ખોડલધામ મંદિરનું ભૂમિ પૂજન થશે. કાર્યક્રમની રૂપરેખા આપવા પાટણ ધારાસભ્ય કિરીટ પટેલે પત્રકાર પરિષદ યોજી હતી. પત્રકાર પરિષદ બાદ ધારાસભ્ય કિરીટ પટેલ સહીત આયોજક કાર્યક્રમ સ્થળ પર પહોચ્યા હતા. કાર્યક્રમ સ્થળ પર તેઓએ આયોજનનું નિરીક્ષણ કર્યુ હતું.
સંડેર મુકામે 10 થી 15 કરોડ રૂપિયાના ખર્ચે મંદિર બનવાનું છે. 100 વિઘા જમીનમાં સો કરોડના અંદાજિત ખર્ચે મંદિર, હોસ્પિટલ, કૃષિ સંશોધન કેન્દ્ર તેમજ યુ પી એસ સી, જીપીએસસી પરીક્ષા માટે કેન્દ્ર કાર્યરત કરાશે. કાર્યક્રમમાં ખોડલ ધામના ચેરમેન નરેશ પટેલ, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ સહિત પાટીદાર સમાજના તમામ મંત્રીઓ અને સમાજના આગેવાનો ઉપસ્થિત રહેશે. ભૂમિ પૂજનમાં 35,000 થી વધુ લોકો ઉપસ્થિત રહેશે. કાર્યક્રમના સુચારું આયોજન માટે 25 ટિમો અને 2000 સ્વયંસેવકો કાર્યરત રહેશે.
કાગવડ ખોડલ ધામ જેવા સંકુલો ગુજરાત માં પાંચ અલગ અલગ જગ્યા પર બનવવા નું નક્કી કરવામાં આવ્યું છૅ જેમાં અમદાવાદ, સુરત, સ્ટેચ્યુ ઓફ યુનિટી, અમરેલી અને સંડેર મુકામે બનશે ત્યારે ઉત્તર ગુજરાત ના સંડેર ગામ મુકામે પાંચ પૈકી નું પ્રથમ ખોડલ ધામ નું ભૂમિ પૂજન અગામી તા. 22 ઓક્ટોબર ના રોજ થવા જઈ રહ્યું છૅ આ સંકુલ કુલ 60 થી 70 વીઘા જમીનમાં નિર્માણ પામશે જેમાં ખોડલ માતાજી નું મંદિર, હોસ્પિટલ, સ્પર્ધાત્મક પરીક્ષા ની તૈયારીઓ માટે નું ટ્રેનિંગ સેન્ટર અને કૃષિ સંશોધન કેન્દ્ર એમ કુલ ચાર પ્રકલ્પો નિર્માણ પામશે અને આ આખો પ્રોજેક્ટ પાછળ અંદાજિત 100 કરોડનો ખર્ચ થવા પામશે અને અગામી 5 વર્ષમાં આ પ્રોજેક્ટ પૂર્ણ કરવામાં આવશે આ પ્રકારનું ઉત્તર ગુજરાતનું સંકુલ પાટણના સંડેર મુકામે બનવા જઈ રહ્યું છૅ જે પાટીદાર સમાજ માટે ગૌરવ ની વાત કહી શકાય તો આ ભૂમિ પૂજનમાં રાજ્ય ના મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલ, ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદી બેન પટેલ, કાગવડ ખોડલ ધામ ના પ્રમુખ નરેશ ભાઈ પટેલ સહીત મંત્રીઓ તેમજ ધારાસભ્યો, સાંસદો રાજકીય આગેવાનો, સમાજિત આગેવાનો તેમજ દરેક સમાજ ના આગેવાનો મોટી સંખ્યા માં હાજરી પાસે આ કાર્યક્રમ માં અંદાજિત 25000 હજાર ની વસ્તી આવવા ની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી.