
નડીયાદ,લોકસભા સામાન્ય ચૂંટણી-2024 અન્વયે જીલ્લા ચૂંટણીતંત્ર દ્વારા મતદાન જાગૃતિ માટે અનેકવિધ પ્રવૃતિઓ કરવામાં આવે છે. જે અંતર્ગત ખેતીવાડી શાખા,જીલ્લા પંચાયત નડીઆદ ખાતે મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત કચેરીમાં વિવિધ યોજનાના લાભાર્થી અને કર્મચારી મિત્રો એ ભાગ લઈ સહપરિવાર 7મે 2024ના રોજ અવશ્ય મતદાન કરવા શપથ લીધા હતા.
આ કાર્યક્રમમાં જીલ્લા ખેતીવાડી અધિકારી ડી.એચ.રબારી, આત્મા પ્રોજેકટ ડાયરેકટર જે એચ.સુથાર, ખેતીવાડી વિભાગના અધિકારીઓ અને ખેડૂતો જોડાયા હતા.