ખેતી ક્ષેત્રે વીજ પુરવઠો નિયમિત આપવા ખેડૂતોની માંગ : વિવિધ સમસ્યાને નદીસરના ખેડૂતો પરેશાન

નદીસર, એક તરફ હજુ સુધી ખેતીને માફક એક પણ વરસાદ પડ્યો નથી. ત્યારે હવે ખેડૂતો ચોમાસુ ખેતીની તૈયારી આદરીને બેઠા છે. ત્યારે ખેતી ક્ષેત્રે મળતો થ્રી ફેજ વીજ પુરવઠો નિયમિત ન મળતા ગોધરા તાલુકાના નદીસર સહિત આસપાસના ગામોના ખેડૂતો પરેશાન થઈ ગયા છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ ગોધરા તાલુકાના પશ્ચિમ વિસ્તાર નદીસર, છાપરિયા, માતા ના મુવાડા,ધરી સહિત આસપાસના ગામોમાં ખેડૂતો દ્વારા ચોમાસુ ખેતીની તૈયારી કરી દેવામાં આવી છે અને ક્યાંક ડાંગરના ઘરૂં વાડિયા અને કપાસ નું વાવેતર ખેડૂતો દ્વારા આગોતરૂં કરવામાં આવે છે. ખેડૂતોના જણાવ્યા મુજબ વરસાદ પહેલા કપાસ ને ઉગાડવા માં આવે તો કપાસ માં સારૂં ઉત્પાદન મળે છે, તેમજ તેમાં અન્ય વાયરસ જન્ય રોગ ઓછા આવે છે આ તરફ ડાંગર ના ધરૂં વાડિયા પણ વરસાદ પહેલા તૈયાર કરવા પડે છે. ત્યારે અત્યારે સમગ્ર પંથક માં ડાંગર ના ઘરૂ વાડિયા અને કપાસ નું વાવેતર ખેડૂતો દ્વારા ચાલુ કરી દેવા માં આવ્યું છે. જેના માટે જ્યાં સુધી વરસાદ માફકસર ન પડે ત્યાં સુધી ખેડૂતો ને વીજ પુરવઠો નિયમિત રીતે મળે તે જરૂરી છે. ત્યારે વારંવાર સમારકામ કરવા છતાં પણ નદીસર એગ્રીકલચર વીજ લાઈન પર વારંવાર ફોલ્ટ થતા અને તે ફોલ્ટ શોધવા કલાકો નીકળી જતા ખેડૂતો પાક બચાવવા માટે ચિંતામાં મુકાઈ ગયા છે. ખેડૂતોના જણાવ્યા મુજબ જો અત્યારે વીજ વિક્ષેપ વગર સતત આઠ કલાક વીજ પુરવઠો ના મળે તો સમગ્ર પંથક માં ખેડૂતો ને પારાવાર નુકશાન થાય તેમ છે.

આ તરફ એગ્રીક્લચર વીજ લાઈન પર ઘણા વિસ્તારો માં વીજ રેષા ઢીલા થઈ જવા થાંભલા નમી જવા તેમજ વૃક્ષો નડવા જેવી સમસ્યાઓ રોજની છે. આ અંગે અગિયાર કે.વી. ની એચ.ટી. લાઈન સાથે એલ.ટી. લાઈનોનું પણ સર્વે જરૂરી છે. જેમાં નાના ઝોન બનાવીને સર્વે કરી કામ કરવામાં આવે તો પ્રશ્નનો નિકાલ આવે તેમ છે. આ અંગે રજૂઆત પણ કરવામાં આવે છે પણ ત્યારે બાદ નક્કર આયોજન થતું વર્ષો થી વીજ લાઈન વિક્ષેપ ના કારણે અહીંયા ના ખેડૂતો પરેશાન છે ત્યારે તાત્કાલિક ધોરણે યોગ્ય નિકાલ લાવવો જરૂરી છે.