
- રાજસ્થાનના શ્રીગંગાનગરમાં દર્દનાક દુર્ઘટના
- ખેતરમાં બનાવાયેલી તલાવડીમાં ડૂબવાથી પાંચ બાળકોના મોત
- બાળકો નાહવા માટે પડ્યાં હતા તલાવડીમાં
વરસાદી સિઝનમાં દુર્ઘટના સામાન્ય વાત છે એટલે ચોમાસાની સિઝનમાં વધારે સાવધાની રાખવી પડતી હોય છે. રાજસ્થાનના શ્રીગંગાનગરમાં એક ખૂબ આઘાતજનક ઘટના બની છે જેમાં ખેતરમાં બનાવવામાં આવેલી ખેત તલાવડીમાં નહાવા પડેલા પાંચ બાળકો ડૂબી ગયા હતા અને તેમના તમામના મોત થયા હતા. મૃતકોમાં બે છોકરીઓ અને ત્રણ છોકરીઓ સામેલ છે. બધાની ઉંમર 10 વર્ષની છે. ઘટનાની ખબર મળતા લોકો ખેતરમાં દોડી ગયા હતા અને બાળકોની લાશ બહાર કાઢી હતી.
1 બાળકને બચાવવા જતા બીજા બાળકો ઉતર્યા તલાવડીમાં, બધા ડૂબ્યા
ગામના લોકોના જણાવ્યા પ્રમાણે ખેતરમાં બનેલી તલાવડીમાં 8 જેટલા બાળકો ન્હાવા ગયા હતા. આ દરમિયાન એક બાળક ઊંડા પાણી તરફ ગયો અને ડૂબવા લાગ્યો. આ દરમિયાન અન્ય બાળકો પણ તેને બચાવવા માટે પાણીમાં ઉતર્યા હતા અને તેઓ પણ ડૂબી જશે. આ દરમિયાન બહાર ઉભેલા 3 બાળકોએ અવાજ કર્યો, ત્યારબાદ ત્યાં નજીકના ખેતરમાં કામ કરતો એક વ્યક્તિ આવ્યો. જેમણે બીજા લોકોને અવાજથી બોલાવીને ડિગીમાંથી બાળકોને બહાર કાઢ્યા હતા. પરંતુ ત્યાં સુધીમાં તે મૃત્યુ પામ્યો હતો. ગામલોકોએ તમામની લાશ બહાર કાઢી હતી.