ગોધરા શહેરા બી ડીવીઝન પોલીસે કોઠી સ્ટીલ પાસે એક એલપી ટ્રકમાંથી ખેરના લાકડા ભરેલી ગાડી ઝડપી પાડી હતી. પોલીસે બાતમી આધારે ટ્રકના ચાલક પાસે પરવાનો માગતા મળી આવ્યો ન હતો. આથી પોલીસે ટ્રક તેમજ ખેરના લાકડા સહિતના મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
પંચમહાલ જિલ્લા પોલીસ દ્વારા ગોધરા વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવૃતિઓ રોકવા માટે આદેશ કરવામા આવ્યા હતા. આ મામલે ગોધરા શહેર બી ડીવીઝન પોલીસ મથકના પીઆઈ આર.કે.રાજપુતને બાતમી મળી હતી. તેના આધારે કોઠી સ્ટીલ પાસેથી પસાર થતા રસ્તા પર એક ખેરના લાકડા ભરેલી ટ્રક પસાર થતો હતો. પોલીસે તેનું નામ પુછતા તેને યુસુફ મુમદુ નામ જણાવ્યું હતું. આથી પોલીસે ખેરના લાકડા ક્યાંથી લાવ્યા તે પુછતા અનવર બગલી રામપુર જવાના રોડ પરના પીઠામાથી લીધા હોવાની સામે આવ્યું હતું. આ મામલે પાસ પરમિટ નહીં મળી આવતા કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ હતી. વનવિભાગની ટીમને બોલાવીને વજન પણ કરાવાયું હતું. પોલીસે આ મામલે ટ્રક તેમજ લાકડાને ઝડપી પાડી કુલ 12,26,600 લાખનો મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.