રવિવારે ખેરાલુમાં ભગવાન રામની શોભાયાત્રા નિકાળવામાં આવી હતી. આ દરમિયાન કેટલાક યુવાનો અને મહિલાઓએ ધાબા પરથી પથ્થર મારો શોભાયાત્રા પર કર્યો હતો. જેને લઈ પોલીસે સ્થિતિ કાબૂમાં લેવા માટે ટીયર ગેસના સેલ છોડવાની ફરજ પડી હતી. ઘટનાને પગલે ગાંધીનગર રેન્જ આઈજી અને મહેસાણા એસપી સહિતનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો.
ખેરાલુમાં પથ્થર મારાની ઘટના બાદ પોલીસ દ્વારા વાયરલ વીડિયો આધારે યુવકો અને મહિલાઓની શોધખોળ શરુ કરવામાં આવી હતી. શોભાયાત્રા દરમિયાન પથ્થર મારો કરીને ધાર્મિક માહોલમાં ખલેલ પહોંચડનારાઓને શોધવા માટે મહેસાણા પોલીસે કાર્યવાહી શરુ કરતા 15 જેટલા શખ્શોની અટકાયત કરી હતી.
બેલીમ વિસ્તારમાંથી શોભાયાત્રા પસાર થઈ રહી હતી. એ દરમિયાન ધાબા પરથી પથ્થર મારો કરવામાં આવ્યો હતો. ઘટના બાદ પોલીસનો મોટો કાફલો ખેરાલુમાં ખડકી દેવામાં આવ્યો હતો. આ ઉપરાંત પોલીસ એલર્ટ થઈને વિસ્તારમાં પેટ્રોલિંગ શરુ કર્યુ હતુ. ઘટનામાં પાંચ લોકોને ઈજાઓ પહોંચી હોવાનું સામે આવ્યુ હતુ.