મહેસાણા, મહેસાણા જિલ્લાના ખેરાલુ ખાતે ૨૪ નવેમ્બરના રોજ એક હોસ્પિટલ નજીકથી અવાવરું જગ્યામાં જનેતાએ બાળકીને જન્મ આપ્યા બાદ કોઈ કારણોસર તરછોડી દીધું હતું.બાળકીને પ્લાસ્ટિકની થેલીમાં વિટી અવાવરું જગ્યામાં ફેંકી દીધી હતી.જોકે ત્યાથી પસાર થતા રાહદારીઓએ મૃત હાલતમાં બળકીને જોતા સ્થાનિક આગેવાનોએ પોલીસને જાણ કરતા પોલીસે સમગ્ર મામલે તપાસ આદરી હતી. જે કેસમાં એક શકમંદ મહિલાને ઝડપી પાડી હોવાનું સામે આવ્યું છે.
સમગ્ર કેસની પ્રાથમિક તપાસ કરનાર અધિકારીએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે, ઘટના બની ત્યારથી પોલીસે આ કેસમાં ગંભીરતા દાખવી તપાસ કરી છે.પોલીસે ખાનગી હોસ્પિટલ,આસપાસના સરકારી આરોગ્ય કેન્દ્ર સહિત માંથી સગર્ભના ડેટા મંગાવી તેના પર એનાલિસી કરવામાં આવી રહ્યું છે. તેમજ સમગ્ર કેસમાં આખરે એક શકમંદ મહિલાને હાલમાં ઝડપી તેના ડ્ઢદ્ગછ તપાસ માટે મોકલી આપવામાં આવ્યા છે. ત્યારબાદ સમગ્ર ઘટના અંગે વધુ માહિતી જાણી શકાશે કે બાળકી ને કોણે અને કેમ ત્યાં ફેંકી.
સમગ્ર કેસમાં પોલીસે અત્યાર સુધીમાં મોટા ભાગના સીસીટીવી કેમેરા,ખાનગી સરકારી હોસ્પિટલ,આસપાસના આવેલા પી.એચ.સી,સી.એચ.સી સેન્ટર તેમજ આશા વર્કરો પાસેથી પણ વિગતો મેળવવામાં આવી હતી. જોકે, હજુ તપાસ ચાલુ છે તેવું જાણવા મળી રહ્યું છે.
સમગ્ર ઘટના ૨૪ નવેમ્બરના રોજ બની હતી જે મામલે કેસની વિગતો માટે ખેરાલુ પી.આઈ સોલંકીને સમ્પર્ક કરતા તેઓ કહ્યું કે, આ કેસમાં તપાસ ચાલુ છે તેમજ ફોન પર વધુ વિગતો આપી શકાય તેમ નથી વિગતો લેવી હોય તો પોલીસ સ્ટેશન આવો. એમ કહી જવાબ આપવાનું ટાળ્યું હતું.