ખેલમહાકુંભ 2.0 માં મહીસાગર જીલ્લાના વધારેમાં વધારે ખેલાડીઓ રજીસ્ટ્રેશન કરાવે

  • ખેલ મહાકુંભમાં ભાગ લેવા માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવા માટેની વેબસાઇડ https://khelmahakumbh.gujarat.gov.in

મહીસાગર, ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્ક્રૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ખેલમહાકુંભ 2.0 યોજવામાં આવેલ છે. ખેલ મહાકુંભ- 2.0 અંતર્ગત બહોળી સંખ્યામાં સ્પર્ધકો ભાગ લે તે હેતુથી શાળા/ગ્રામ્યકક્ષા, તાલુકાકક્ષા, જીલ્લાકક્ષા, રાજ્યકક્ષા સુધી વિવિધ 39-રમતોને અલગ-અલગ વય જૂથમાં સમાવેશ કરી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવનાર છે. ખેલ મહાકુંભમાં ભાગ લેવા માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવા માટેની વેબસાઇટ https://khelmahakumbh.gujarat.gov.in છે.

ખેલ મહાકુંભ2.0 અંતર્ગત અંડર-9, અંડર-11, અંડર-14, અંડર-17 તથા ઓપન એઇજ, અંડર- 40, અંડર-60 વયજુથમાં રજીસ્ટ્રેશન કરાવી શકશે. ખેલ મહાકુંભ2.0 અંતર્ગત ભાગ લેવા માટે ખેલાડીઓએ ફરજીયાત રજીસ્ટ્રેશન કરાવવાનુ રહેશે. રજીસ્ટ્રેશન થયા વગરના કોઇપણ ખેલાડી સ્પર્ધામાં ભાગ લઇ શકશે નહિ. જેથી ખેલાડીઓ વધુને વધુ ખેલ મહાકુંભ2.0 અંતર્ગત સ્પર્ધામાં ભાગ લે તે માટે સત્વરે ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવા આથી જીલ્લા વહીવટી તંત્ર દ્વારા જણાવવામાં આવે છે.

રજીસ્ટ્રેશનમાં સમસ્યા જણાય તો ટોલફ્રી નંબર 1800 274 6151 પર સંપર્ક કરવો .આ વર્ષે તાલુકા કક્ષાએ પણ વિવિધ પ્રોત્સાહન ઈનામ તરીકે રોકડ પુરસ્કાર આપવામાં આવનાર છે. જીલ્લા કક્ષાએ વિજેતા દરેક રમત અને વયજુથમાં સમાન પુરસ્કાર આપવામાં આવશે. ખેલમહાકુંભમાં 39 રમતો ઉપરાંત આ વર્ષે ચાર નવી બીચ હેન્ડબોલ,બીચ વોલીબોલ, વુડબોલ અને સેપક ટકરાવ જેવી રમતોનો સમાવેશ કરવામાં આવેલ છે.

આ વખતે કોઈપણ બે રમતમાં એક સાથે ભાગ લઈ શકશે. તાલુકા કક્ષાએ પણ વિજેતા થનાર ખેલાડીઓને ઈનામ આપવામાં આવશે. અંડર-9 અંડર-11, અંડર-14, અંડર-17 વયજૂથમાં શાળામાં અભ્યાસ કરતા ખેલાડીઓએ જે તે શાળામાંથી રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ કોલેજમાંથી રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. અભ્યાસ ના કરતા ખેલાડીઓ પણ વેબસાઇટ પરથી રજીસ્ટ્રેશન કરાવી શકશે.