ખેલ મહાકુંભ ૨.૦: હિંમતનગરના સ્વિમિંગ સ્પર્ધા યોજાઈ, ૩ હજારથી વધુ તરવૈયાઓએ ભાગ લીધો

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં પાંચ દિવસીય રાજ્ય કક્ષાની સ્વિમિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 33 જિલ્લાના 3 હજારથી વધુ રમતવીરોએ ભાગ લીધો છે.

આ અંગેની વિગત એવી છે કે, સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગરના ભોલેશ્વર ખાતે આવેલા સાબર સ્ટેડીયમ ખાતે 29 મેથી 2 જુન સુધી પાંચ દિવસીય સ્વિમિંગ સ્પર્ધા યોજાઈ છે. ખેલ મહાકુંભ 2.0 અંતર્ગત સમગ્ર રાજ્યમાં વિવિધ પ્રકારની રમતોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં હિંમતનગરના સાબર સ્ટેડિયમ ખાતે રાજ્ય કક્ષાની સ્વિમિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

સમગ્ર રાજ્યના 33 જિલ્લાના 3 હજારથી વધુ સ્વિમર યુવતીઓ અને યુવકોએ ભાગ લીધો હતો. જેમાં વિવિધ પ્રકારની ઉંમરના સ્વીમરોએ ભાગ લીધો હતો. અંડર 14,17 અને ઓપન ગ્રુપના સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં રમતવીરો રાજ્યકક્ષાએ, નેશનલ અને ઈન્ટરનેશનલ લેવલે આગળ વધે અને ઓલમ્પિક માટે પણ તૈયારી કરે તેવા પ્રકારનું આયોજન કરવામાં આવ્યું હતું.