ખેલ માહકુંભ 2.0 જીલ્લા કક્ષા સ્પર્ધામાં કરાટે ચેમ્પિયનમાં સીલ્વર મેડલ મેળવી મહીસાગર જીલ્લાનું ગૌરવ વધાર્યું

લુણાવાડા,સુરત શહેરના ઉમરા કોમન્યુનીટી હોલ ખાતે યોજાયેલ ખેલ મહાકુંભ 2.0 જીલ્લા કક્ષાની સ્પર્ધામાં મહીસાગર જીલ્લાના લુણાવાડા તાલુકાના કંતાર ગામાના વતની ઉન્નતિ સંદીપસિંહ રાઠોડ કરાટે ચેમ્પિયનમાં સીલ્વર મેડલ મેળવી મહીસાગર જીલ્લાનું ગૌરવ વધાર્યું. કંતાર ગામાના મૂળ વતની સંદીપસિંહ દીપસિંહ રાઠોડ જેઓ ધંધાર્થે પરિવાર સાથે સુરત સેટ થયેલા છે. તેમની દીકરી ઉન્નતિ સંદીપસિંહ રાઠોડ સુરતની ગંજેરા ઇન્ટરનેરાનલ સ્કૂલ, કતાર ગામમાં ધોરણ 8 માં અભ્યાસ કરે છે. ઉન્નતિ ભણવા સાથે સાથે રમત ગમતમાં પણ હોશિયાર છે. તેણીએ કરાટેમાં ધનિષ્ટ તાલીમ લઈને ચેમ્પિયન બની છે. સુરત જીલ્લા કક્ષાનો ખેલ મહાકુંભ યોજાયો, તેમાં અન્ડર ફોરટીને-કરાટેની સ્પર્ધામાં ચિ.ઉન્નતિ બીજો ક્રમાંક સીલ્વર મેડલ અને રૂપિયા પાંચ હજારનો પુરસ્કાર મળ્યો છે. જે બદલ વીડીલો મીત્રો તેમજ ક્ષત્રિય દરબાર કેળવણી ઉન્નતિને ધન્યવાદ આપ્યા તથા જીવનમાં ખૂબજ પ્રગતી કરે તેવી શુભકામનાઓ પાઠવી.