લીમખેડા, લીમખેડા તાલુકાની અગારા (ઉ )પ્રાથમિક શાળાના બાળકો એ જીલ્લા કક્ષાની લોન ટેનિસ સ્પર્ધા દેવગઢ બારીયા મુકામે યોજાઇ હતી. જેમાં ઞ-14માં લક્ષ્મીબેન રાવત પ્રથમ નંબરે દિવ્યાબેન બારીયા તૃતીય નંબરે તેમજ ભાઈઓમાં અજયભાઈ બારીયા દ્વિતીય સ્થાને તેમજ શાળાના ઉત્સાહી શિક્ષક પ્રકાશભાઈ પ્રજાપતિ એ ઓપન વિભાગમાં ભાગ લઈ સિંગલમાં દ્વિતીય તેમજ ડબલ્સ સ્પર્ધામાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરેલ છે. જેઓને પ્રથમ અને દ્વિતીય સ્થાને આવનાર ખેલાડીઓ રાજ્યકક્ષાની સ્પર્ધામાં નેતૃત્વ કરશે તે બદલ શાળાના આચાર્ય કલસીંગભાઇ રાવત સી.આર.સી. જશુભાઈ તેમજ શાળાના તમામ સ્ટાફ ગણે ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી છે