ખેડૂતોના વિરોધ વચ્ચે રાષ્ટ્રપતિએ કૃષિ બિલ પર કરી સહિ, હવે બની જશે કાયદો

હાલમાં જ સંસદમાં પાસ થયેલા ત્રણ કૃષિ વિષયક બિલ હવે કાયદો બની ગયા છે. આ બિલ સંસદમાં પાસ થયા બાદ હવે રાષ્ટ્રપતિએ તેના પર સહિ કરી દીધી છે. આપને જણાવી દઈએ કે, સંસદમાં આ બિલ પાસ થયા બાદ ઠેરે ઠેર તેમા પણ ખાસ કરીને હરિયાણા અને પંજાબના ખેડૂતો તેનો ભરપૂર વિરોધ કરી રહ્યા છે. આ બિલ પાસ કરાવવાના બદલમાં મોદી સરકારે એનડીએમાંથી એક પાર્ટીની બલિ પણ આપવી પડી છે. ગત દિવસોમાં છેલ્લા 20 વર્ષથી પણ વધાર સમયથી જેની સાથે જોડાયેલા હતા, તેવી પાર્ટી અકાલી દળે એનડીએમાંથી આ બિલના વિરોધમાં અલગ થવાનું નક્કી કર્યુ હતું.ત્યારે આજે રાષ્ટ્રપતિએ આ બિલ પર સહિ કરી દીધા બાદ હવે કાયદો બની ગયો છે. પ્રાપ્ત વિગતો મુજબ જોઈએ તો, કેન્દ્ર ટૂંક સમયમાં આ સંબંધિત એક નોટિફિકેશન પણ જાહેર કરી શકે છે.

વિપક્ષી પાર્ટીઓએ રાષ્ટ્રપતિ સાથે કરી મુલાકાત

કોંગ્રેસ સહિત દેશની અનેક વિપક્ષી પાર્ટીઓએ ભારે વિરોધ કર્યા બાદ કૃષિ વિષયક બિલને લઈ રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી હતી. સંસદમાં ત્રણ બિલ પાસ થયા બાદ તેને રાષ્ટ્રપતિ પાસે મોકલી દેવામાં આવ્યા હતા. જો કે, આ બિલના વિરોધમાં વિપક્ષી પાર્ટીઓ સાથે મળીને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે મુલાકાત કરી હતી. અને કહ્યુ હતું કે, બિલ પર સહિ ન કરે, તેવો આગ્રહ રાખ્યો હતો, જો કે, વિપક્ષની વાતને એક બાજૂએ રાખી રાષ્ટ્રપતિએ આજે આ બિલ પર સહી કરી દીધી છે. હવે સત્તાવાર રીતે આ બિલ કાયદો બની જશે.