કાલોલમાં યુરિયા ખાતર વિર્કેતાએ નિયત કિંમત કરતા વધારે કિંમત લેવાતી હોવાના સામે આવતા તંત્રએ દુકાનદારને નોટીસ આપી ખુલાસો કરવા જણાવ્યું છે. હાલ ખાતરનુ વેચાણ બંધ કરાવ્યું દુકાનદાર સામે નક્કર કાર્યવાહી કરતા દુકાનદાર પાસેથી જવાબ માગવામાં આવ્યો છે.
કાલોલ મામલતદાર દ્વારા દુકાનનું સ્ટોક પત્રક પણ તપાસવામાં આવ્યુ હતું. કાલોલના બોરૂ ટર્નિંગ વિસ્તારમાં આવેલી એગ્રો બિઝનેસ સેન્ટર નામની દુકાનમાં ખેડૂતો માટે યુરિયાની એક બેગ દીઠ 100, 80 અને 60 રૂપીયા વધુ લેવાતા હોવા થી માહીતીના આધારે એક ખેડૂત ગ્રાહક યુરિયા ખાતર લેવા આધાર કાર્ડ લઈને ગયો હતો. જેથી દુકાનદાર દ્વારા 266.50/ ની કીમતને બદલે 330/ રૂપીયા વસૂલતા હોવાનુ સામે આવ્યું હતું અને તેનું બીલ પણ ખેડૂતો નહી આપતા હોવાનું સામે આવ્યું હતું.
જેથી વધારે પૈસા કેમ લો છો, તેમ પુછતા દુકાનદાર દ્વારા જણાવેલ કે હાલ માલની શોર્ટેજ છે તમારે ન જોઈએ તો પાછુ આપી દો તેવી દલીલ કરવા લાગ્યો હતો. જોકે, જીલ્લા પુરવઠા અધિકારીને ફરિયાદ કરવા જણાવતા એવું ન કરશો તેમ કહેવા લાગેલ જેથી જીલ્લા પુરવઠા અધિકારી તેમજ કાલોલ મામલતદારને ફોન કરતા નાયબ મામલતદારને મોકલી આપ્યા હતા. સ્ટોક પત્રક પણ નિભાવેલ નહી હોવાનુ બહાર આવ્યુ હતું.
તેમજ દરેક ખેડૂતને ફરજીયાત પણે નેનો બોટલ પણ આપતા હોવાનુ બહાર આવ્યુ હતું. જેથી ખેતીવાડી અધિકારીને પણ જાણ કરતા તેઓએ નક્કર કાર્યવાહી કરવાનુ આશ્ર્વાસન આપ્યું હતું અને દુકાનદારને નોટીસ ફટકારી છે. ત્યારે ખેડુત જગતનો તાત કહેવાય છે જગતના તાતની સાથે ખુલ્લેઆમ આવી ઉઘાડી લૂટ ચલાવતા તત્વો સામે તંત્ર ઉદાહરણરૂપ નક્કર કાર્યવાહી કરી દુકાન સસ્પેન્ડ કરવામાં આવે તે જરૂરી છે.
કાલોલ તાલુકામા અને સમગ્ર રાજયમા આવા કેટલા દુકાનદારો દ્વારા ઉઘાડી લૂંટ ચલાવાતી હશે તેની નિષ્પક્ષ તપાસ થાય તો મસમોટુ કૌભાંડ બહાર આવી શકે છે અને હાલ તો આ દુકાન પર ખાતરનું વેચાણ નાયબ નિયામક ખેતીવાડી શાખા દ્વારા વેચાણ બંધ કરાવ્યુ હોવાનુ જાણવા મળેલ છે.