સુપ્રીમ કોર્ટે ગુરુવારે કહ્યું હતું કે તે ખેડૂતોની ફરિયાદોના સૌહાર્દપૂર્ણ નિરાકરણ માટે ટૂંક સમયમાં એક સમિતિની રચના કરશે. જસ્ટિસ સૂર્યકાન્ત, જસ્ટિસ દીપાંકર દત્તા અને જસ્ટિસ ઉજ્જલ ભુયાનની બેન્ચે આ કેસની આગામી સુનાવણી ૨ સપ્ટેમ્બરે નિયત કરી છે. સુપ્રીમ કોર્ટની બેન્ચે પંજાબ અને હરિયાણાની સરકારોને ખેડૂતો સાથે સંબંધિત તમામ સંભવિત મુદ્દાઓ સમિતિને જણાવવા કહ્યું હતું.
પંજાબ સરકારે સર્વોચ્ચ અદાલતને જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટના ૧૨ ઓગસ્ટના આદેશના પાલનમાં, તેણે વિરોધ કરી રહેલા ખેડૂતો સાથે બેઠક યોજી હતી, જેમાં ખેડૂતો અવરોધિત હાઇવેને આંશિક રીતે ખોલવા માટે સંમત થયા હતા. બેન્ચે પંજાબ અને હરિયાણા સરકારોને વિરોધ કરી રહેલા ખેડૂતો સાથે વાત કરવાનું ચાલુ રાખવા અને તેમના ટ્રેક્ટર અને ટ્રોલીઓને હાઈવે પરથી હટાવવા માટે સમજાવવા જણાવ્યું હતું. ૧૨ ઓગસ્ટે સર્વોચ્ચ અદાલતે પંજાબ સરકારને ૧૩ ફેબ્રુઆરીથી શંભુ બોર્ડર પર વિરોધ કરી રહેલા ખેડૂતોને રસ્તા પરથી ટ્રેક્ટર અને ટ્રોલી હટાવવા માટે સમજાવવા કહ્યું હતું. કોર્ટે કહ્યું હતું કે ’હાઈવે પાકગની જગ્યા નથી.’
પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના આદેશને પડકારતી હરિયાણા સરકારની અરજી પર કોર્ટ સુનાવણી કરી રહી હતી, જેમાં અંબાલા નજીક શંભુ બોર્ડર પર લગાવવામાં આવેલા બેરિકેડ્સને એક સપ્તાહની અંદર હટાવવા માટે કહેવામાં આવ્યું હતું. વિરોધ કરી રહેલા ખેડૂતો ૧૩ ફેબ્રુઆરીથી શંભુ બોર્ડર પર પડાવ નાખી રહ્યા છે. ’સંયુક્ત ક્સિાન મોરચા’ (બિનરાજકીય) અને ’ક્સિાન મઝદૂર મોરચા’ દ્વારા તેમની માંગણીઓના સમર્થનમાં દિલ્હી સુધી કૂચની જાહેરાત કર્યા પછી હરિયાણા સરકારે ફેબ્રુઆરીમાં અંબાલા-નવી દિલ્હી નેશનલ હાઈવે પર બેરિકેડ લગાવ્યા હતા. ખેડૂત સંગઠનોની માંગ છે કે તેમની પેદાશો માટે લઘુત્તમ ટેકાના ભાવ (એમએસપી)ની કાનૂની ગેરંટી આપવામાં આવે