ખેડૂતોના પ્રદર્શન વચ્ચે સ્વામીનાથનનો રિપોર્ટ કૃષિ મંત્રાલયની વેબસાઇટમાંથી ગાયબ થયો

નવીદિલ્હી, કેન્દ્ર સરકારે તાજેતરમાં કૃષિ વૈજ્ઞાનિક પ્રોફેસર એમએસ સ્વામીનાથનને ભારત રત્ન (મરણોપરાંત)થી સમ્માનિત કરવાની જાહેરાત કરી હતી. એક તરફ તેમણે ભારતનું સર્વોચ્ચ નાગરિક સમ્માન મળવા જઇ રહ્યું છે તો બીજી તરફ તેમનો લખેલો રિપોર્ટ કૃષિ અને ખેડૂત મંત્રાલયની ઓફિશિયલ વેબસાઇટમાંથી ગાયબ થઇ ગયો છે. રિપોર્ટ અનુસાર, આ પહેલા મંત્રાલયની વેબસાઇટ પર સ્વામીનાથન આયોગના રિપોર્ટના તમામ ભાગ હાજર હતા.

સ્વામીનાથનનો રિપોર્ટ વેબસાઇટ પરથી ગાયબ થવાના સમાચાર એવા સમયે આવ્યા છે જ્યારે એમએસપી પર કાયદા સહિત પોતાની તમામ માંગોને લઇને પંજાબ-હરિયાણાના સહિત કેટલાક રાજ્યના ખેડૂતો દિલ્હીમાં પ્રદર્શન કરી રહ્યાં છે. ખેડૂતોની માંગ છે કે તેમના પાકની કિંમત સ્વામીનાથન આયોગના રિપોર્ટ અનુસાર જ નક્કી થવી જોઇએ.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૯ ફેબ્રુઆરીએ કૃષિ વૈજ્ઞાનિક એમએસ સ્વામીનાથનને ભારત રત્નથી સમ્માનિત કરવાની જાહેરાત કરી હતી. સ્વામીનાથન ભારતમાં ’હરિત ક્રાંતિ’ જનક માનવામાં આવે છે, તેમણે ઘઉં અને ચોખાની વધુ ઉપજ આપતી પ્રોડક્ટ વિકસિત કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી, તેમણે ભારતમાં કૃષિની પ્રોડક્ટિવિટી વધારવા માટે એક રિપોર્ટ રજૂ કર્યો હતો જેને સ્વામીનાથન રિપોર્ટ કહેવામાં આવે છે. જોકે, આ રિપોર્ટને અત્યાર સુધી લાગુ કરવામાં આવ્યો નથી.

પ્રોફેસર એમએસ સ્વામીનાથનની અધ્યક્ષતામાં ૨૦૦૪માં રાષ્ટ્રીય ક્સિાન આયોગની રચના કરવામાં આવી હતી. એનસીએફએ ૨૦૦૪ અને ૨૦૦૬ વચ્ચે પાંચ રિપોર્ટ રજૂ કર્યા હતા. આ રિપોર્ટને સ્વામીનાથન રિપોર્ટના નામથી ઓળખવામાં આવે છે.

સ્વામીનાથનને પોતાના રિપોર્ટમાં દેશમાં ખાદ્ય અને ન્યૂટ્રિશન સિક્યુરિટી માટે રણનીતિ બનાવવાની ભલામણ કરી હતી. આ સિવાય તેમના રિપોર્ટમાં ભલામણ કરી હતી કે ફાર્મિંગ સિસ્ટમની પ્રોડક્ટિવિટી અને સ્થિરતામાં સુધાર કરવામાં આવે. રિપોર્ટમાં ખેડૂતોને મળનારા દેવાનો લો વધારવા માટે સુધારો કરવાની વાત કહેવામાં આવી હતી, તેમણે પોતાના રિપોર્ટમાં ખેડૂતોના પાક માટે ન્યૂનતમ સમર્થન મૂલ્ય લાગુ કરવાનું સૂચન આપ્યું હતું, તેને ઝ્ર૨ ૫૦% ફોર્મૂલા પણ કહેવામાં આવે છે. રિપોર્ટમાં ખેડૂતોને તેમના પાકના એવરેજ ખર્ચથી ઓછામાં ઓછા ૫૦ ટકા વધુ એમએસપી આપવાનું સૂચન આપ્યું હતું.