બેંગલુરુ,કર્ણાટક ચૂંટણી પહેલા પૂર્વ મુખ્યમંત્રી અને જનતાદળ નેતા એચડી કુમારસ્વામીએ એક ખેડૂતોના દીકરાના લગ્નને લઈને મોટી નિવેદન આપ્યું છે. તેમણે સોમવારે કોલારમાં પંચરત્ન રેલી દરમ્યાન કહ્યું કે, તેમની પાર્ટી ખેડૂતોના દીકરા સાથે લગ્ન કરનારી મહિલાઓને બે લાખ રૂપિયા આપશે. આ દરમ્યાન તેમણે કહ્યું કે, ખેડૂતોના દીકરાઓ સાથે લગ્નને પ્રોત્સાહન આપવા માટે સરકાર છોકરીઓને બે લાખ રૂપિયા આપવા જોઈએ. કર્ણાટકમાં ૧૦ મેના રોજ થનારી ચૂંટણી પહેલા આવેલા આ નિવેદન ખૂબ ચર્ચામાં છે.
કર્ણાટક ચૂંટણી પહેલા પૂર્વ મુખ્યમંત્રી અને જેડીએસ નેતા એચડી કુમારસ્વામીએ જનતા સાથે વાયદો કરતા કહ્યું કે, જો તેમની પાર્ટી સત્તામાં આવે છે, તો ખેડૂતના દીકરા સાથે લગ્ન કરનારી દુલ્હનને બે લાખ રૂપિયા આપવામાં આવશે. કુમારસ્વામીનું આ નિવેદન કોલારમાં પંચરત્ન રેલીને સંબોધન કરતા આવ્યું છે. કાર્યક્રમમાં બોલતા કુમારસ્વામીએ કહ્યું કે, ખેડૂતોના દીકરાઓ સાથે લગ્ન કરવા માટે પ્રોત્સાહન આપવા માટે સરકાર છોકરીઓને બે લાખ રૂપિયા આપવા જોઈએ.
તેની પાછળ તર્ક સમજાવતા એચડી કુમાર સ્વામીએ કહ્યું કે, મને એક જાણકારી મળી છે કે, છોકરીઓ ખેડૂતોના દીકરા સાથે લગ્ન કરવા માટે તૈયાર થતી નથી. ખેડૂતોના દીકરા સાથે લગ્ન કરવા માટે પ્રોત્સાહન આપવા માટે સરકારે છોકરીઓને બે લાખ રૂપિયા આપવા જોઈએ. આ એ કાર્યક્રમ છે, જે આપણા છોકરાઓના સ્વાભિમાન માટે શરુ કરી શકાય.