પંજાબ, પંજાબ-હરિયાણા હાઈકોર્ટમાં આજે ખેડૂતોની દિલ્હી તરફ કૂચને લઈને સુનાવણી હાથ ધરવામાં આવી હતી. ખેડૂતોના આંદોલન પર હાઈકોર્ટે દેખાવકારોને ફટકાર લગાવી અને કહ્યું કે, શા માટે વિરોધ પ્રદર્શનમાં ટ્રેક્ટર ટ્રોલીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જો ખેડૂતો શાંતિપૂર્ણ રીતે વિરોધ કરવા માંગતા હોય તો તેઓ અન્ય માધ્યમોનો ઉપયોગ કરી શકે છે.
આ સાથે તેમણે પંજાબ સરકારને પૂછ્યું કે, તમે ખેડૂતોને કેમ ભેગા થવા મંજૂરી આપી રહ્યા છો? હાઈકોર્ટે કેન્દ્ર સરકારને આ વિષય પર યોજાયેલી બેઠકના પરિણામો અને સ્ટેટસ રિપોર્ટ આગામી સુનાવણી પર ફાઈલ કરવાનો આદેશ આપ્યો છે.
એડિશનલ સોલિસિટર જનરલ સત્યપાલ જૈને હાઈકોર્ટને જણાવ્યું હતું કે કેન્દ્રીય મંત્રીઓ અને ખેડૂત સંગઠનોના પ્રતિનિધિઓ વચ્ચે ફરી એક બેઠક નક્કી કરવામાં આવી છે. આ બેઠકથી મામલો ઉકેલાય તેવી ઘણી આશા છે. તેના પર હાઈકોર્ટે કહ્યું હતું કે કોઈપણ આદેશ જારી કરતા પહેલા આ બેઠકના પરિણામની રાહ જોવી જોઈએ. આવી સ્થિતિમાં હાઈકોર્ટે આ કેસની સુનાવણી મંગળવારે નિયત કરી છે. તમામ પ્રતિવાદીઓએ આજે ??સ્ટેટસ રિપોર્ટ સાથે હાજર રહેવાનું રહેશે.