ખેડુતો માટે નેનો ફર્ટિલાઈઝર ખરીદીમાં સહાય આપવા બાબત

નેનો યુરિયા એ વિશ્વનું પ્રથમ પ્રવાહી નેનો યુરીયા ખાતર છે. જેના ઉપયોગ થકી ખેતી ખર્ચમાં ઘટાડો તેમજ પર્યાવરણની જાળવણી કરવાનો ઉતમ ઉપાય ગણાય છે. નેનો યુરિયા ખાતર થકી, છોડને નાઈટ્રોજન કે ફોસ્ફરસ જેવા તત્વો પ્રવાહી સ્વરૂપમાં સીધા છોડને ઉપલબ્ધ કરાવી શકાય છે. નેનો ફર્ટિલાઈઝર પોષક તત્વોથી સમૃધ્ધ, જમીન, પાણી અને હવાના પ્રદુષણને ઘટાડવામાં સમર્થ છે. તેમજ ગ્લોબલ વોર્મિંગ ઘટાડવામાં પણ તે ખૂબ ફાયદાકારક છે. ખેતીમાં યુરિયાના આડેધડ ઉપયોગથી બચવા માટેની ગંભીર સમસ્યાથી છૂટકારો મેળવવા માટે પણ નેનો ફર્ટિલાઈઝર દરેક તબકકે વરદાન સાબિત છે.

નેનો ફર્ટિલાઈઝરમાં હાલમાં મુખ્યત્વે નેનો યુરીયા અને નેનો ડીએપી પ્રવાહી ખાતર ઉપલબ્ધ છે. જેનો સ્પ્રે છોડ પર કરવાથી યુરિયા તેમજ ડીએપીનો સંતુલિત ઉપયોગ થાય છે. જે પર્યાવરણ માટે સારૂ છે. નેનો ફર્ટિલાઈઝરના સંતુલિત ઉપયોગના કારણે છોડમાં રોગો અને જીવાતોનું જોખમ નોંધપાત્ર રીતે ઘટાડી શકાય છે. તેનો ઉપયોગ અનાજ કઠોળ, શાકભાજી, ફળ, ફુલ અન્ય સહિત તમામ પાકોમાં ઉપયોગ કરી શકાય છે. નેનો યુરિયા 2-4 મી.લી. પ્રતિ લીટર મુજબ 500 મી.લી. (એક બોટલ) એક એકર માટે ઉપયોગ કરી શકાય છે. તથા ખેતી પાકોમાં નેનો ફર્ટિલાઈઝરના બે ફોલીઅર સ્પ્રે કરવાની ભલામણ કરવામાં આવી છે. જેમાં પ્રથમ સ્પ્રે વાવતેરના 30-35 દિવસે તથા બીજો સ્પ્રે પ્રથમ સ્પ્રે બાદ 20-25 દિવસે કરવાની ભલામણ કરવામાં આવી છે. તેનો ડીએપીની પ્રતિ કિલો બીજ માટે 3.5 મીલી મુજબ બીજ માવજત આપી શકાય છે.

નેનો યુરિયા ખેડુતોને રૂા.225 રૂપિયા પ્રતિ બોટલ તથા નેનો ડીએપી રૂા.600 પ્રતિ બોટલના ભાવે ઉપલબ્ધ થશે. જે, પરંપરાગત યુરિયાની બેગ કરતાં 10 ટકા તથા ડીએપી બેગ કરતાં 50 ટકા ઓછી કિંમતે ઉપલબ્ધ થશે. આથી ખેડુતો ઘ્વારા ખેતી પાછળ કરવામાં આવતા ખાતર ખર્ચમાં પણ નોંધપાત્ર ઘટાડો કરી શકાશે વધુમાં રાજય સરકાર ધ્વારા એ.જી.આર-2 યોજના હેઠળ સામાન્ય જાતિના ખેડુતો માટ કુલ કિંમતના 50% લેખે, એજી.આર-3/4 યોજના હેઠળ અનુસૂચિત જન જાતિ/અનુસૂચિત જાતિના ખેડુતો માટે કુલ કિંમતના 75% લેખે (પ્રતિ હેકટર રૂા.750/- ની મર્યાદામાં વધુમાં વધુ 4 હેકટર માટે રૂા. 3000/- ની મર્યાદામાં) નેનો ફર્ટિલાઈઝરની ખરીદી પર સહાય ઉપલબ્ધ કરાવવામાં આવી રહેલ છે.

નેનો ફર્ટિલાઈઝર સહાયથી મેળવવા માટે જીલ્લામાં ખાતર એટસોર્સ સહાયથી વિતરણ કરતી તમામ સહકારી સંસ્થાઓ અથવા ખાતર ડેપો પર જઈ 8-અ, આધારકાર્ડ,જાતિનો દાખલો રજ કર્યેથી મેળવી શકાશે આ યોજના હેઠળ લાભ મહતમ મેળવવા સૌ ખેડુતમિત્રોનેજીલ્લા ખેતીવાડી અધિકારી જીલ્લા પંચાયત દાહોદ તરફથીજણાવવામાંઆવેછે.