ખેડૂતોએ આગામી ખરીફ ઋતુમાં તુવેરપાકના વાવેતરની તૈયારીઓને ધ્યાને રાખી સુકારો (વિલ્ટ) રોગના નિયંત્રણ માટેના પગલાં લેવા

દાહોદ દાહોદમાં ખેડૂતો એજમીનજન્ય રોગ પ્રતિકારક જાતો ગુજરાત તુવેર-109 (જી.ટી. 109 શ્ર્વેતા), એ.જી.ટી 2. જી.જે.પી.1. જી.ટી. 103, જી.ટી. 104, જી.ટી. 105, જી.ટી. 106, જી.જે.પી-1, બી.ડી.એન.- અથવાવૈશાલીનું વાવેતર કરવું, દર ત્રણ વર્ષે દિવેલા કે જુવાર પાકની સાથે પાક ફેરબદલી કરવી, જમીનની તૈયારી વખતે 10 ટન પ્રેસમડ અથવા ટ્રાયકોડરમાં હરજીયાનમ ફૂગની વૃધ્ધિ કરેલ હોય તેવું છાણિયું ખાતર 2 ટન પ્રતિ હેક્ટર મુજબ ચાસમાં આપવું, જૈવિક પધ્ધતિથી બીજ માવજત માટે 4 ગ્રામ ટ્રાયકોડરમાં હરજીનીયમ અને 2 ગ્રામ વાઇટાવેક્ષ પ્રતિ કી.ગ્રા. બીજ મુજબ બીજ માવજત આપવી.

રાસયણિક પધ્ધતિથી બીજ માવજત માટે બીજને કાર્બેન્ડેઝીમ 50% અને થાયરમ 50% (1:2)ના પ્રમાણમાં મિશ્ર કરી 3 ગ્રામ પ્રતિ કિ.ગ્રા. મુજબ બીજ માવજત આપવી, તુવેરમાં વંધ્યત્વ રોગના નિયંત્રણ માટે પાકની સમયસર વાવણી કરવી તેમજ બે હાર વચ્ચે 30 થી 40 સે.મી.નું અંતર રાખવું, વધુમાં દવાના વપરાશ વખતે દવા ઉપર આપવામાં આવેલ લેબલ મુજબ જે તે પાક માટે, આપવામાં આવેલ ડોઝ અને જે તે રોગ/જીવાત માટેની દવા છે તે ભલામણ મુજબ અનુસરવા જણાવવામાં આવે છે.

આ અંગેની વધુ જાણકારી આપના વિસ્તારના ગ્રામસેવક/વિસ્તરણ અધિકારી/ખેતી અધિકારી/તાલુકા અમલીકરણ અધિકારી/મદદનીશ ખેતી નિયામક/જીલ્લા ખેતીવાડી અધિકારી /નાયબ. ખેતી નિયામક (વિસ્તરણ)/નાયબ ખેતી નિયામક (તાલીમ) નો સંપર્ક કરવાજીલ્લા ખેતીવાડી અધિકારી, દાહોદ દ્વારાજણાવાયુંછે.