ખેડાના ખેડૂતોએ ડોક્ટર સાથે છેતરપિંડી કરી હોવાની ઘટના સામે આવી છે. ખેડૂતોએ અમદાવાદના ડોક્ટર સાથે જમીનના દસ્તાવેજને લઈને ઠગાઈ કરતા છેતરિંપડી મામલે ફરિયાદ નોંધાઈ.
ઘટનાની પ્રાપ્ત વિગત મુજબ વાંઠવાડીના ખેડૂતોએ ડોક્ટર સાથે ૬.૭૫ લાખની ઠગાઈ કરી. ખેડૂતોએ બિનખેતીની જમીનનો દસ્તાવેજ કરવાનું કહી ઠગાઈ આચરી. ખેડૂતોએ જમીનનો દસ્તાવેજ કર્યા વગર અન્યને જમીન વેચી નાખી. ડોક્ટરને રૂપિયા પરત ના આપતા છેતરપિંડી આચર્યાની ફરિયાદ નોંધાવી. ડોક્ટરે પોલીસ મથકે ૬ ખેડૂતો સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી.