હિંમતનગર,
ભ્રષ્ટાચારી કર્મચારીઓ અને અધિકારીઓ પર સરકારે હવે ગાળીયો કસ્યો છે. એક્તરફ ખેડૂતો અનેક પ્રકારની મુશ્કેલીઓ વેઠીને ખેતી કરતા હોય છે, ત્યાં તલાટીઓ અને અન્ય સરકાર કર્મચારીઓ પૈસા પડાવવાના કિમીયા ચાલુ રાખતા હોય છે.મોડાસામાં ખેડૂત પાસેથી પૈસા પડાવતો ક્લાર્ક ઝડપાયા બાદ બીજા દિવસે સાબરકાંઠા જિલ્લામાં તલાટી ઝડપાયો હતો. તલોદ તાલુકાના આંત્રોલી દોલજીવાસ ગ્રામ પંચાયતમાં તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવતો કર્મચારી લાંચ લેતા LCB ના છટકામાં રંગેહાથ ઝડપાયો હતો.
ખેડૂતે પોતાની જમીન પર દ્ગ.છ. એ કરાવવાની જરુરીયાત ઉભી થતા આ માટે કાર્યવાહી કરી હતી. આ માટે પહેલા જ તલાટી ૫ હજારની રકમ ખેડૂત પાસેથી પડાવી ચુક્યો હતો. લાંચની આટલી રકમથી નહીં ધરાયેલા તલાટીએ વધુ એક લાખ રુપિયા કામ પૂર્ણ કરવાની માંગ કરી હતી.
તલોદ તાલુકાના આંત્રોલી ગામમાં રહેતા ખેડૂતને પોતાની જમીન દ્ગ.છ. કરવી હતી. આ માટે તેઓએ એનએ કરવાની કાર્યવાહી કરી હતી. જે કાર્યવાહીના સંદર્ભમાં ખેડૂતના પુત્રએ બિનખેતીલાયક જમીન કરવા અંગેની કાર્યવાહી કરવા આંત્રોલી દોલજીવાસ ગ્રામપંચાયતના તલાટી નો સંપર્ક કર્યો હતો. તેઓને પોતાની જરુરીયાત અને કાર્યવાહીની વાતચિત કરી હતી. દ્ગ.છ. ની કાર્યવાહી કરવા માટેની અરજી સહિતની કામગીરી સરકારે ઓનલાઈન પ્રક્રિયા બનાવી હોવાનુ જણાવી ૫ હજાર રુપિયા માંગ્યા હતા. જે લાંચની રકમ ચુકવીને ઓનલાઈન અરજી કરવા સહિતની કામગીરી કરી હતી.
અરજી કર્યાબાદ આ બિનખેતીલાયક જમીનમાં ખેતીને જમીન કરવા અંગેની કાર્યવાહી પૂર્ણ કરવા માટે વધુ એક લાખ રુપિયા ખેડૂત પાસે તલાટી ગેમરભાઈ કરશનભાઈ પટેલે માંગ્યા હતા. આ મોટી રકમ પોતાની પાસે સગવડ હાલમાં નહીં હોઈ રકમ ઓછી કરવા સહિતની રજૂઆતો કરી હતી. જોકે તલાટીએ એક લાખ રુપિયા માંગણી કામ પુરુ કરવા દર્શાવેલ. ખેડૂતે હાલમાં અડધા પૈસા આપવાની સહમતી દર્શાવી હતી. જે રકમ પોતાને આપી દેવા માટે તલાટીએ પોતાના સ્થળે બોલાવ્યો હતો.
તલાટીની ખોટી માંગણીને લઈ ખેડૂત સીધો જ હિંમનતગર એસીબી કચેરી પહોંચ્યો હતો. જ્યાં એસીબી પીઆઇ વીએન ચૌધરીને મળી પોતાની ફરીયાદ નોંધાવી હતી. પીઆઈ ચૌધરીએ છટકાનુ આયોજન તૈયાર કર્યુ હતુ. આ દરમિયાન આરોપી તલાટી ગેમરભાઈ પટેલે લાંચની રકમ લઈ તલોદ હિંમતનગર રોડ પર આવેલ વાવડી ચોકડી પર આવવા જણાવેલ. એસીબીના છટકાના આયોજન મુજબ સરકારી પંચો સાથે ખેડૂત તલાટી પાસે પહોંચ્યો હતો. જ્યાં તલાટીએ લાંચની રકમ સહિત એનએ કરવાની કામગીરી કરવાની વાતચિત કરી રોકડા રુપિયા ૫૦ હજાર સ્વિકારતા ઝડપાઈ ગયો હતો. એસીબીની ટીમે આરોપીને ઝડપી લઈ હવે રિમાન્ડ માંગવાની કાર્યવાહી હાથ ધરી છે.