અખિલ ભારતીય કિસાન સંઘ(AIFU), ભારતીય કિસાન યૂનિયન(BKU), અખિલ ભારતીય કિસાન મહાસંઘ(AIKM) અને ભારતીય કિસાન સંઘર્ષ સમન્વય સમિતિ(AIKUCC) જેવા ખેડુત સંગઠનોએ કાલે એક રાષ્ટ્રવ્યાપી બંધની જાહેરાત કરી છે.
જેના ભાગરૂપ પંચમહાલ જીલ્લામાં કોંગેસેએ પણ સમર્થન આપીને ખેડીતોનું હિત જાળવવાના પ્રયત્નો કરાયા છે.સંભવત કોંગેસના કાર્યકરતો ભૂખ હડતાલ કરીને વિરોધ દર્શાવશે જેમાં મોટી સંખ્યામાં કાર્યકરતો જોડાશે.
પંચમહાલ જીલ્લાના કોંગેસના પ્રમુખ અજીત ભટ્ટીએ પણ ખેડૂતોના દુઃખમાં સહભાગી થઈને આગામી સમયમાં ભૂખ હડતાલ જેવા કર્યક્રમો એલાન કર્યું હતું.પંચમહાલ જીલ્લામાં અતિવૃસ્તી થયા ખેડૂતોને વળતર મળે તેમતે ભૂખ હડતાલ અને રીલી જેવા કર્યા ક્રમો યોજવામાં આવશે.
સંસદમાં કેન્દ્ર સરકાર દ્વાર કૃષિ સાથે જોડાયેલા ત્રણ વિધેયક પાસ કરવાનો સતત વિરોધ થઈ રહ્યો છે. વિરોધી રાજનીતિક દળો સહિત ઘણાં ખેડુત સંગઠનો તેનો વિરોધ કરી રહ્યાં છે. 25 સપ્ટેમ્બરે આ મામલે ખેડુત સંગઠનો દ્વારા સમગ્ર દેશમાં બંધનું આહ્વાન કરવામાં આવ્યું છે. પંજાબમાં 31 ખેડુત સંગઠનો આ લડાઈમાં એક સાથે આવ્યા છે. હરિયાણા, ઉત્તરપ્રદેશમાં પણ ખેડુત સંગઠનો બંધ અને ચક્કાજામમાં સામેલ થશે.
પંજાબમાં અનેક સ્થળોએ ખેડુત સંગઠનોએ રેલ રોકવાની વાત કરી છે જેને જોતા પંજાબ જતી અને ત્યાંથી પસાર થતી અનેક ટ્રેનોને રદ્દ કરવામાં આવી છે. આ સિવાય ઘણાં ટ્રેનોના રૂટમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે.
ખેડુત સંગઠનો જુદાં-જુદાં રાજ્યોમાં સવારે 10 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી ચક્કાજામ કરશે. ખેડુતોના આ આહ્વાનને જોતા રાજધાની દિલ્હીની સરહદો પર અત્યારથી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ખેડુતોને રોકવા માટે દિલ્હી-હરિયાણા બોર્ડર સીલ કરવાની તૈયારી છે. જો કે આજે દિલ્હી-હરિયાણા બોર્ડર પર વાહનવ્યવહાર એકદમ સામાન્ય રહ્યો.