ખેડૂત આંદોલન નવેમ્બર-ડિસેમ્બર સુધી ચલે તેવી શક્યતા : રાકેશ ટિકૈતનો દાવો

કેન્દ્ર સરકારના ત્રણ નવા કૃષિ કાયદા સામે ચાલી રહેલું ખેડૂત આંદોલન આ વર્ષે ડિસેમ્બર મહિના સુધી ચાલે તેવી શક્યતા છે. રવિવારે ભારતીય કિસાન યુનિયન કે જે આ ખેડૂત આંદલનનું નેતૃત્વ કરે છે તેના રાષ્ટ્રીય પ્રવક્તા રાકેશ ટિકૈતે આ વાત કહી છે.

પશ્ચિમ બંગાળના પ્રવાસ બાદ રવિવારે પ્રયાગરાજ પહોંચેલા રાકેશ ટિકૈતે ઝલવામાં પત્રકારો સાથે વાતચીત કરી છે. જેમાં જણાવ્યું કે આ ખેડૂત આંદોલન નવેંબર-ડિસેમ્બર સુધી ચાલે તેવી શક્યતા છે. પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી પહેલા પોતાના બંગાળ પ્રવાસ દરમિયાન રાકેશ ટિકૈતે કહ્યું કે તેઓ ખેડૂતો પાસે એક મુઠ્ઠી અનાજ માંગી રહ્યા છે. અમે ખેડૂતોને કહ્યું છે કે જ્યારે તેઓ એક મુઠ્ઠી ચોખા આપે તો અનાજ માંગનારા લોકોને ટેકાના ભાવ નક્કી કરવાનું પણ કહે.

રાકેશ ટિકૈતે કહ્યું કે તેમને કહો કે 1850 રુપિયા ભાવ પમ નક્કી કરી દે. હું શનિવારે પશ્ચિમ બંગાળના પ્રવાસે હતો. આખા દેશમાં અમે જઇ રહ્યા છીએ અને ખેડૂતોને ટેકાના ભાલવો કાયદો બનાવવાની માંગ માટે સમજાવીએ છીએ. અત્યારે બિહારમાં ધાનની 700-900 રુપિયા પ્રતિ ક્વિંટલ ખરીદી તઇ રહી છે. તેમની માંગ છે કે ટેકાના ભાવ નક્કી કરવામાં આવે અને તેનાથી નીચે ખરીદી ના થાય.

તેમણે જણાવ્યું કે હાલમાં તો તેઓ દિલ્હીમાં રહેશે, પરંતુ આખા દેશમાં અમારી બેઠક ચાલી રહી છે. અમે 14-15 માર્ચ મધ્ય પ્રદેશમાં રહીશું અને 17 માર્ચે ગંગાનગર જિશું. 19 માર્ચે ઓડિશા અને 21-22 માર્ચના દિવસે કર્ણાટકમાં રહેશે.