ખેડૂત આંદોલન : અરવિંદકેજરીવાલ એક દિવસના ઉપવાસ કરશે

 દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ કિસાનોના સમર્થનમાં કાલે (સોમવાર) એક દિવસનો ઉપવાસ રાખશે. તેમણે લોકોને ઉપવાસ રાખવાની અપીલ કરી છે. તેમણે કહ્યું કે, બધા લોકો પોતાના ઘરમાં એક દિવસનો ઉપવાસ રાખે અને કિસાનોની માંગનું સમર્થન કરે.

અરવિંદ કેજરીવાલે કહ્યુ કે, દેશના ઘણા ખેલાડીઓએ કિસાનોનું સમર્થન કર્યું છે, શું તે એન્ટી નેશનલ છે? શું દેશના વકીલ, વ્યાપારી એન્ટી નેશનલ છે? અન્ના હજારેના આંદોલન દરમિયાન કોંગ્રેસની સરકાર બદનામ કરતી હતી, તેજ રીતે કિસાન આંદોલનને બીજેપી બદનામ કરી રહી છે.

ડિજિટલ કોન્ફરન્સમાં સીએમે કહ્યુ કે, હું પૂછવા ઈચ્છુ છું કે અહીં ઘણા પૂર્વ સૈનિક બેઠા છે, જેણે દેશની રક્ષા કરવા માટે પોતાના જીવની બાજી લગાવી હતી. શું આ બધા લોકો anti-national છે.

હું ભાજપના નેતાઓ અને કેન્દ્રીય મંત્રીઓને પૂછવા ઈચ્છુ છું કે એવા કેટલા ખેલાડી છે, જેણે આંતરરાષ્ટ્રીય સ્તર પર દેશ માટે નામ કમાયુ અને મેડલ જીતી લાવ્યા. આવા કેટલા ખેલાડી કિસાનોની સાથે બેઠા છે, પોત-પોતાના ઘરોમાં બેસીને દુવાઓ મોકલી રહ્યાં છે, કેટલા સિંગર અને સેલિબ્રિટી છે જે કિસાનોના બાળકો અને કિસાન પરિવારથી આવે છે. આ બધા લોકો તેનું સમર્થન કરી રહ્યાં છે શું તે બધા anti-national છે? વેપારીઓ અને વકીલોએ પણ કિસાનોનું સમર્થન કર્યું તો તે પણ anti-national છે?

કેજરીવાલે કહ્યુ કે, જ્યારે અમે અન્ના આંદોલન કરી રહ્યા હતા ત્યારે રામલીલા મેદાનમાં આંદોલન થઈ રહ્યુ હતું અને અમારા વિરુદ્ધ પણ બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસની જેમ આજે ભાજપ કિસાનોનું આંદોલન બદનામ કરવાનો પ્રયાસ કરી રહ્યો છે.

કેજરીવાલે કહ્યુ કે, દેશના કિસાનોને એન્ટી નેશનલ કહેવાની હિંમત ન કરવી. પહેલા અનાજના સ્ટોરેજની લિમિટ હતી, સ્ટોક કરવા પર કાર્યવાહી થતી હતી. સંગ્રહખોરી કરવો ગુનો હતો કારણ કે તેના કારણે તંગી થતી હતી.