ખેડાના અંગાડી ગામે પ્રચાર માટે ગયેલ પંચમહાલ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર જનસભામાં વિરોધ માટે જતાં 16 ક્ષત્રિય આગેવાનો નજર કેદ કરાયા

ગોધરા, પંચમહાલ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ખેડા જીલ્લાના ગળતેશ્ર્વર તાલુકાના અંંગાડી ગામે ચુંટણી પ્રચાર અંગે જાહેર સભા યોજી હતી. આ જાહેર સભાજનુંં ક્ષત્રિય આગેવાનો વિરોધ કરવા જતા હોય તેવા ક્ષત્રિય આગેવાનોને પોલીસ દ્વારા નજર કેદ કરવામાંં આવ્યા. જેમ લોકસભા ચુંટણી મતદાનના દિવસો નજીક આવી રહ્યા છે , તેમ રૂપાલા વિવાદમાં ક્ષત્રિયો દ્વારા વિરોધ વધી રહ્યો છે અને ભાજપની સભાઓનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.

પંચમહાલ લોકસભા વિસ્તારમાં આવતા ખેડા જીલ્લાના ગળતેશ્ર્વર તાલ,કાના અંંગાડી ગામે પંચમહાલ લોકસભા બેઠકના ભાપના ઉમેદવાર રાજપાલસિંહ જાદવની પ્રચાર અંગે જાહેર સભા યોજવાની હોય આ ભાજપ ઉમેદવારીન જાહેર સભા ક્ષત્રિય આગેવાનો દ્વારા જાહેર સભાના બહિષ્કાર કરવા માટે સોશ્યલ મીડીયા ઉપર સમાજના લોકોને અપીલ કરાઈ હતી. આજરોજ ગળતેશ્ર્વરના અંગાડી ખાતે ભાજપના ઉમેદવારની જાહેર સભામાં ક્ષત્રિય આગેવાનો વિરોધ કરવા જતા હોય તેવા 16 ક્ષત્રિય આગેવાનોને ખેડા પોલીસ દ્વારા નજર કેદ કરવામાં આવ્યા હતા. ગુજરાતમાં લોકસભાનું ચુંટણી મતદાનના દિવસો નજીક હોય અને રાજકીય પક્ષો મતદારોને રીઝવવા માટે ઝંઝાવાટી પ્રચાર કરવા લાગ્યા છે. ત્યારે બીજી તરફ રૂપાલા વિવાદને લઈ ક્ષત્રિય સમાજ દ્વારા પણ ભાજપના ઉમેદવારોની જનસભાઓનો વિરોધ વધી રહ્યો છે અને ગળતેશ્ર્વર અંગાડી ગામે પંચમહાલ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવારનો વિરોધ કરવા જતાં 16 જેટલા ક્ષત્રિય આગેવાનોને નજર કેદ કરાયા છે. ત્યારે આવનાર દિવસોમાં અન્ય પ્રચારમાં વિરોધ ન વધે તે માટે પક્ષકારો લાગ્યા છે.