ખેડામાં સગીરા પર બળાત્કાર કરનારને ૨૦ વર્ષની સખત કેદ અને દંડની સજા

ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના નરાધમે ૧૩ વર્ષની સગીરા પર બળાત્કાર ગુજાર્યો હતો અને તેને ગર્ભવતી બનાવી હતી. હવે નડિયાદ સેશન્સ કોર્ટે આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને દંડની સજા ફટકારી છે. ખેડા જિલ્લાના કપડવંજમાં રહેતા આરોપી સંજય રાઠોડે ૧૩ વર્ષની સગીર સાથે બળજબરીથી શારીરિક સંબંધો બાંધ્યા હતા. આ પછી તેણે પીડિતાને બદનામ કરવાની ધમકી આપીને વારંવાર બળાત્કાર ગુજાર્યો હતો, જેના કારણે સગીર યુવતી ગર્ભવતી બની હતી.

જોકે પીડિતાએ હિંમત બતાવી આરોપી સંજય વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે પણ તાત્કાલિક કાર્યવાહી કરી આરોપીની ધરપકડ કરી કેસની કાર્યવાહી હાથ ધરી હતી. આ કેસમાં સેશન્સ કોર્ટે (નડિયાદ સેશન્સ કોર્ટ) તમામ સાક્ષીઓ અને દસ્તાવેજી પુરાવાના આધારે આરોપી સંજય રાઠોડને દોષિત ઠેરવી ૨૦ વર્ષની કેદની સજા ફટકારી છે. આ ઉપરાંત રૂ. ૩૨ હજારનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે.

આમ રાજ્યમાં બળાત્કાર અને છેડતીના કેસના પીડિતોને હવે ઝડપી ન્યાય મળી રહ્યો છે. ગૃહ વિભાગ, સરકાર અને પોલીસની ઇચ્છાશક્તિને કારણે આ શક્ય બની રહ્યું છે. કારણ કે, કોર્ટે બળાત્કારના અન્ય એક આરોપીને કડક સજા આપીને જેલમાં મોકલી આપ્યો છે.

રાજ્યમાં મહિલાઓની સુરક્ષાને લઈને સરકારે કડક વલણ અપનાવ્યું છે. તાજેતરમાં જ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ પણ બળાત્કાર અને છેડતીના આરોપીઓને કડક સજા કરવાની અને પીડિતાને ઝડપી ન્યાય આપવાની વાત કરી હતી. હવે ગૃહ વિભાગ, સરકાર અને પોલીસની ઈચ્છા શક્તિને કારણે આ શક્ય બની રહ્યું છે. કારણ કે રાજ્યમાં અન્ય એક બળાત્કારના આરોપીને આકરી સજા આપવામાં આવી છે અને પીડિતા અને તેના પરિવારને ઝડપી ન્યાય મળ્યો છે.