ખેડા જીલ્લામાં ’એક પેડ મા કે નામ કેમ્પેઇન’ અંતર્ગત તા. 7 થી 9 ઓગસ્ટ સુધી વૃક્ષારોપણ કરવામાં આવશે

  • જીલ્લાના કુલ 1000 કર્મચારીઓ દ્વારા પોતાની માતાના નામે વૃક્ષારોપણ કરવામાં આવશે.

ખેડા જીલ્લામાં 15 મી ઓગસ્ટ 2024 રાજ્યકક્ષાના ઉજવણી કાર્યક્રમ અંતર્ગત વૃક્ષારોપણ અભિયાન ચલાવવામાં આવશે. જેમાં ‘એક પેડ મા કે નામ’ કેમ્પેન અંતર્ગત ખેડા જીલ્લાના 1000 કર્મચારીઓ દ્વારા 7 ઓગસ્ટ થી લઈ 9 ઓગસ્ટ સુધી એપીએમસીની સામેના ગ્રાઉન્ડમાં, પીપલગ્ નડિયાદ ખાતે અંદાજીત 1000 જેટલા વિવિધ છોડનું વૃક્ષારોપણ કરવામાં આવશે.

વૃક્ષારોપણ અભિયાન અંતર્ગત જીલ્લા કલેકટરની કચેરી (મહેસુલ વિભાગ) દ્વારા તા. 07 ઓગસ્ટના રોજ, જીલ્લા વિકાસ અધિકારીની કચેરી(પંચાયત વિભાગ) અને પોલીસ અધિક્ષકની કચેરી દ્વારા તા. 08 ઓગસ્ટના રોજ તથા જીલ્લા શિક્ષણ અધિકારીની કચેરી, સરદાર પટેલ ભવન ખાતે સમાવિષ્ટ તમામ કચેરીઓ, નાયબ માહિતી નિયામકની કચેરી અને પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની કચેરીના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા તા. 09 ઓગસ્ટના રોજ સવારે 09:00 થી બપોરે 02:00 કલાક દરમિયાન તેમની મા ના નામે એક વૃક્ષ વાવવામાં આવશે.