ગ્લુટેપ જેને ગ્લુ-બોર્ડ અથવા સ્ટીકી ટ્રેપ તરીકે પણ ઓળખવામાં આવે છે તે બિન-ઘાતક અથવા પ્રતિબંધિત પ્રકાર છે. જેનો ઉપયોગ મોટાભાગે ઉંદરોને પકડવા માટે થાય છે. જ્યારે ઉંદર ગ્લુટેપ વાળી સપાટી પર ચાલે છે અથવા ઉતરે છે, તે ગુંદરની જાળમાં પકડાયા પછી ઉંદર પોતાની રીતે મુક્ત થવામાં અસમર્થ હોય છે. જેના પરિણામે ડીહાઈડ્રેશન, ભૂખમરો ગૂંગળામણના કારણે આખરે પીડાદાયક મૃત્યુ પામે છે.
ઉંદરોનું નિયંત્રણ ઈચ્છનીયછે, પરંતુ તે માટે ઉપયોગમાં લેવાતી પદ્ધતિઓ પ્રાણી ક્રુરતા નિવારણ અધિનિયમની જોગવાઈઓ ભંગ કરતી ન હોવી જોઈએ. જેથી ઉંદરોની વસ્તી નિયંત્રણ માટે અત્યંત ક્રુર પધ્ધતિ ન અપનાવવા ઉંદર પકડવા સારૂ વિવિધ સાધન સામગ્રી વેચાણ કરતા વિવિધ એકમોને ગ્લુટ્રેપના વેચાણ ઉપર ખેડા જીલ્લામાં પ્રતિબંધ ફરમાવવામાં આવે છે.
સંયુક્ત પશુપાલન નિયામક, ગુજરાત પ્રાણી કલ્યાણ બોર્ડ, ગુજરાત રાજ્ય ગાંધીનગરના નોટિફિકેશન (નામદાર ગુજરાત હાઈકોર્ટમાં થયેલ ઠશિિં ઙયશિંશિંજ્ઞક્ષ (ઙઈંક) 28/2024) સંદર્ભે ઉંદર પકડવાની જાળ (ગ્લુટેપ)ના ઉત્પાદન, વેચાણ તથા ઉપયોગ પર પ્રતિબંધ છે. જે બાબતે પ્રાણી ક્રુરતા અધિનિયમ, 1960ની કલમ 11 મુજબ કોઈ પણ પ્રાણીની બિન જરૂરી પીડા, વેદના ન આપવા અંગે જોગવાઈ કરવામાં આવી છે. જે અન્વયે ખેડા જીલ્લામાં ઉક્ત જોગવાઈનું ચુસ્તપણે અમલવારી કરવાની થાય છે. આ સૂચનાઓનો ભંગ કરનાર સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે તેમ લોકહિતમાં સભ્યસચિવ સહ નાયબ પશુપાલન નિયામક જીલ્લા પ્રણી ક્રુરતા નિવારણ સોસાયટી ખેડાની અખબાર યાદીમાં જણાવવામાં આવ્યું છે.