
- શાળાકીય જીલ્લાકક્ષા જુડો અને કુસ્તી સ્પર્ધામાં 300 થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો.
રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર, સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા આયોજીત અને જીલ્લા રમતગમત અધિકારી, ખેડા-નડિયાદ દ્વારા સંચાલિત શાળાકીય (SGFI) જીલ્લાકક્ષા અન્ડર 14,17,19 જુડો અને કુસ્તી (ભાઈઓ-બહેનો) સ્પર્ધા 2024-25 નું સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ, મરિડા ભાગોળ, નડિયાદ ખાતે આયોજન કરવામાં આવેલ હતુ.

જેમાં ખેડા જીલ્લાની વિવિધ શાળાઓના 300થી વધુ રમતવીરોએ ઉત્સાહ ભેર ભાગ લીધો હતો અને પોતાનું કૌશલ બતાવ્યુ હતું. આ સ્પર્ધામાંથી પ્રથમ નંબરે વિજેતા થયેલા સ્પર્ધકો રાજ્યકક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા જશે. એમ જીલ્લા રમતગમત અધિકારી, જીલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ, મરીડા-ભાગોળ, નડીઆદ, જી. ખેડાની યાદીમાં જણાવવામાં આવે છે.