ખેડા જીલ્લાની 1962 કરૂણા એમ્બ્યુલન્સ દ્વારા ભેંસનો જીવ બચાવવામાં આવ્યો

  • નડિયાદ તાલુકાના મોંગરોલી ગામનું ફરતા પશુ દવાખાનાની સેવા પશુધન માટે લાભદાયી બની.
  • છેલ્લા 4 વર્ષમાં કુલ મળીને 84,436 પશુની નિ:શુલ્ક સારવાર કરવામાં આવી.
  • ગુજરાત રાજ્ય પશુપાલન વિભાગ અને ઊખછઈં ગ્રીન હેલ્થ સર્વિસના સંકલનથી ખેડા જીલ્લા 04 વર્ષ પૂર્વે 07 ફરતા પશુ દવાખાના (ખટઉ) કાર્યરત કરવામાં આવ્યા હતા.

ખેડા,ખેડા જીલ્લાના નડિયાદ તાલુકાના મોંગરોલી ગામમાં પશુ દવાખાનાની સેવા પશુધન માટે લાભદાયી બની છે. ગત માહિતી અનુસાર તારીખ 16-12-23ના રોજ સાંજે 06:00 વાગ્યાની આજુબાજુમા મોંગરોલી ગામ ખાતે પશુ માલીક તેમને ત્યાં ભેંસ છેલ્લા 1 દિવસ થી પ્રસુતિની પીડામા હોવાની માહિતી મળી હતી. પ્રસુતિનો સમય આવી ગયો હતો પણ પ્રસુતિ થઇ નહિ અને તેનું કોઈ કારણ પણ જણાતું ન હતું. પશુના માલિક સમય ગુમાવ્યા વગર તરત જ સાંજના સમયે એનિમલ હેલ્પલાઇન 1962 નંબર પર કોલ કર્યો અને પોતાની ભેંસની વિગતવાર નોંધ કરાવી. કેસ ગંભીર જણાતા વેટરનરી ડો.પાર્થ ગજ્જર અને પાયલોટ કલ્પેશભાઈ ઝાલા ઘટના સ્થળે તુરંતજ પહોંચી ગયા હતા.

ડોક્ટરને પ્રાથમિક સારવાર દરમિયાન તેમને ખબર પડી કે ભેંસનું બચ્ચું તેના પેટમા ફસાઈ ગયું છે, જેને ટોરશન કહેવામાં આવે છે. આથી જેને કારણે તેની નોર્મલ ડિલિવરી કરવી ખુબ મુશ્કેલ હતું. ડો.પાર્થ ગજ્જર અને પાયલોટ કલ્પેશભાઈ ઝાલાની ટીમ ભેગા મળીને ખુબ પ્રયત્ન કર્યા પણ સફળતા મળી નહિ, છેવટે ડો. પાર્થ અને તેમની ટીમ બાજુનું ફરતું પશુ દવાખાનું (પણસોરા) ના ડો. સત્યપાલ અને પાયલોટ વિક્રમભાઈ ડાભીને બોલવામાં આવ્યા હતા.

આમ, છેવટે મોંગરોલી અને પણસોરાના ડો. પાર્થ ગજ્જર અને ડો. સત્યપાલની ટીમ ભેગી મળીને 2 થી 3 કલાકના અથાગ પ્રયત્ન કરી છેવટે બંને ડોક્ટરે ભેંસની નોર્મલ પ્રસુતિ કરાવી તેટલું જ નહિ પણ ભેંસના ગર્ભ માંથી બચ્ચું પણ જીવતું કાઢી માતા અને બચ્ચા બંનેનો જીવ બચાવ્યો હતો. છેલ્લા 4 વર્ષના સમય દરમિયાન-કુલ મળીને 84,436 પશુની નિ:શુલ્ક સારવાર કરવામાં આવી હતી.

ખેડા જીલ્લામાં કુલ મળીને 07 ફરતા પશુ દવાખાના છે. જેમાં નડિયાદ તાલુકાના મોંગરોલી, માતર તાલુકાના વિરોજા, મહેમદાવાદ તાલુકાના મોદજ, ઠાસરા તાલુકાના નેશ, કઠલાલ તાલુકાના લાડવેલ, ગળતેશ્ર્વર તાલુકાના ટીમ્બાના મુવાડા અને મેનપુરામાં છે.