માતર તાલુકાના ફરતું પશુ દવાખાનુ વિરોજાને સાયલા ગામ માંથી એક ઇમેરજેંસી કોલ આવ્યો જેમાં એક ભેંસ ને સવારના સમયે એકસિડેન્ટ થતા પાછળના ડાબા પગે ગંભીર ઈજા પહોંચી હતી. વિરોજાનું ફરતું પશુ દવાખાનાના ડો. મેઘા શર્મા અને પાયલોટ સંજયભાઈ મકવાણા લાભાર્થીને ઘરે જઈને ભેસને પગે પ્લાસ્ટર ઑફ પેરિસનો પાટો લગાવીને જરૂરી દવાઓ આપી હતી.
વધુમા, તા. 02/07/2024 સાંજના સમયે નડિયાદ તાલુકાના મોંગરોલી ગામનું ફરતું પશુ દવાખાના ના ડો. જયનીલ પટેલ અને પાયલોટ કલ્પેશ ઝાલા એક પશુ પાલકના ઘરે જઈને તપાસ કરતા ગાયના પગે ખુબ સોજો આવી જતા પગે ફેક્ચર જણાયું હતું તેથી સ્થળ પર જ પગનું ઓપરેશન કરીને ગાયનો જીવ બચાવ્યો હતો.
ખેડા જીલ્લાના પશુઓ માટે ની આરોગ્ય સંજીવની ગણાતી ગુજરાત સરકાર પશુ પાલન વિભાગ અને ઊખછઈં ગ્રીન હેલ્થ સર્વિસના સહયોગથી શરૂ કરવામાં આવેલ કરૂણા એમ્બ્યુલન્સ અને ફરતું પશુ દવાખાનાની સેવા એટલે 1962 એનિમલ હેલ્પલાઇન. આ સેવા રાજ્ય પશુ પાલન વિભાગ અને ઊખછઈં ગ્રીન હેલ્થ સર્વિસના સહયોગ થી ચાલવામાં આવે છે અને આ સેવામાં ફક્ત 1962 પર કોલ કરી આ સેવાનો લાભ મેળવી શકાય છે.