ખેડા જીલ્લાના તમામ વિધાનસભા મતવિસ્તારોમાં મતદાન જાગૃતિ માટે બાઈક રેલી યોજાઈ

  • કુલ 2255લોકો મતદાન જાગૃતિ અર્થેની બાઈક રેલીમાં જોડાયા.

નડિયાદ,લોકસભા સમાન્ય ચૂંટણી 2024 અંતર્ગત ખેડા જીલ્લામાં મોટી સંખ્યામાં મતદાન થાય તે માટે સ્વીપ એક્ટિવીટી હેઠળ જીલ્લા ચૂંટણી તંત્ર મતદાન જાગૃતિ અંગે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરી રહ્યું છે. જે અન્વયે આજરોજ ખેડા જીલ્લાના તમામ વિધાનસભા મતવિસ્તારોમાં બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

115-માતર, 116-નડિયાદ, 117-મહેમદાવાદ, 118-મહુધા, 119-ઠાસરાઅને 120-કપડવંજ ખાતે મદદનીશ ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારીઓના માર્ગદર્શન હેઠળ બાઈક રેલી યોજવામાં આવી હતી. આ રેલીમાં માતરમાં 220, નડિયાદમાં 150, મહેમદાવાદમાં 270, મહુધામાં 700, ઠાસરામાં 215 અને કપડવંજમાં 700 મળીને જીલ્લામાંથી કુલ 2255 લોકો જોડાયા હતા.

આ કાર્યક્રમમાં પ્રાંત અધિકારી સહિત સંબંધિત મામલતદારઓ, નાયબ મામલતદારઓ, શિક્ષકો સહિત નાગરિકો જોડાયા હતા.