મતદાન મથકોની પ્રાથમિક યાદી પ્રસિદ્ઘિ અંગે કોઈ સલાહ કે સૂચન હોય તો તે માટે તા.ર1 થી ર7 ઓગસ્ટ સુધીમાં સંબંધિત મતદાર નોંધણી અધિકારી તથા જીલ્લા ચૂંટણી અધિકારીની કચેરીને રજૂઆત કરવા જીલ્લા ચૂંટણી અધિકારીએ અપીલ કરી છે
મુખ્ય નિર્વાચન અધિકારી, ગાંધીનગરના તા.1ર/08/ર0ર4ના પત્ર ક્રમાંક :પીએસટી/10ર0ર4/373ર/છ થી તા.01/01/ર0રપની લાયકાતની તારીખના સંદર્ભમાં મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત જીલ્લાના મતદાન મથકોનું પુર્નગઠન કરવા સુચના આપેલ છે. જે અન્વયે ખેડા જીલ્લામાં તા.ર0/08/ર0ર4 ના રોજ મતદાન મથકોની પ્રાથમિક યાદી પ્રસિદ્ઘ કરવામાં આવેલ છે. જીલ્લામાં અગાઉ કુલ-1696 મતદાન મથકો મંજુર કરવામાં આવેલ હતા. જેમાં કુલ-4 મતદાન મથકો નવા રચવામાં આવેલ છે. કુલ-10 સેકશનો શીફટીંગ કરેલ છે તથા કુલ-1પ8 મતદાન મથકોના સ્થળમાં ફેરફાર કરવામાં આવતાં હવે 1700 મતદાન મથકોની પ્રાથમિક યાદી પ્રસિદ્ઘ કરવામાં આવી છે.
આ સુધારા-વધારા યાદી જીલ્લા ચૂંટણી અધિકારીની કચેરી, તમામ મતદાર નોંધણી અધિકારીની કચેરી, તમામ મદદનીશ મતદાર નોંધણી અધિકારીની કચેરીમાં તથા જીલ્લા ચૂંટણી અધિકારીની વેબસાઈટ https://kheda.gujarat. gov.in પર પ્રસિદ્ઘ કરવામાં આવેલ છે. જે અન્વયે કોઈ સલાહ- સૂચનો હોય તો જાહેર જનતાને જીલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર અમિત પ્રકાશ યાદવ દ્વારા તા.ર1/08/ર0ર4 થી તા.ર7/08/ર0ર4 સુધીમાં સંબંધિત મતદાર નોંધણી અધિકારીની કચેરી તથા જીલ્લા ચૂંટણી અધિકારીની કચેરીમાં રજુઆત કરવા અપીલ કરવામાં આવી છે.