ખેડા જીલ્લાના ગ્રામિણ વિસ્તારોમાં છેલ્લા 30 દિવસથી ફરી રહેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રાએ લોકોને ઘેર બેઠા સરકારી યોજનાના લાભો અપાવ્યા

ખેડા, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 2047 સુધી ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાના સંકલ્પને સાકાર કરવા વિકસિત ભારત સંકલ્પ યાત્રા ખેડા જીલ્લાના તમામ ગામ તેમજ નગરપાલિકાઓમાં પરિભ્રમણ કરી સરકારી યોજનાઓ અને તેમના લાભ લોકો સુધી પહોચાડી રહી છે. ત્યારે જીલ્લામાં આ રથને પરિભ્રમણ કરતા આજે 30 દિવસ થઇ ગયા છે. જેના અનુસંધાને ખેડા જીલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં 1 લાખ 62 હજાર 652 લોકોએ આ રથનું ઉષ્માભેર સ્વાગત કર્યું છે. જીલ્લામાં તાલુકાના આગેવાનો અને ધારાસભ્યોએ પોતાના મતવિસ્તારમા નાગરિકોની આરોગ્યની તપાસ સમયે હાજર રહી વયવૃદ્ધ લોકોને આરોગ્યની તપાસ સમયસર કરવવા પ્રોત્સાહન આપ્યું.

વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં ખેડા જીલ્લામાં 1,08,302 લોકોએ પોતાના આરોગ્યની તપાસ કરાવી છે. તેમજ 45,577 લોકોને નવા બનાવેલા આયુષ્ય્માન કાર્ડ આપવામા આવ્યા છે. જીલ્લામાં 1,48,172 લોકો ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવા સંકલ્પધ્ધ થયા છે. આ યાત્રા હેઠળ જીલ્લાની 62% ગ્રામ પંચાયતોમાં 100% જમીન રેકર્ડ ડીઝીટાઇઝેશન કરવામાં આવ્યુ છે.

ઉલ્લેખનીય છે કે, 15મી નવેમ્બરે વીર બિરસા મુંડાની જન્મજયંતિથી પ્રધાનમંત્રીએ આ યાત્રાની શુભ શરૂઆત કરી હતી. જયારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અંબાજી માતાના મંદિરેથી આ કલ્યાણકારી રથને લીલી ઝડી આપી હતી. જ્યારે ખેડા જીલ્લામાં આ યાત્રા તા. 30 નવેમ્બરથી શરૂ થઈ હતી. આ યાત્રા થકી જીલ્લાના ગ્રામવાસીઓ સરકારની 17 જેટલી સરકારી યોજનાઓનો લાભ પોતાના ઘર આંગણે લઈ રહ્યા છે.