ખેડા જીલ્લાના ચૂંટણી ફરજમાં રોકાયેલા કર્મચારીઓએ પોસ્ટલ બેલટ થકી મતદાન કર્યું

  • જીલ્લાના કુલ 06 મતદાન ફેશીલીટેશન સેન્ટર પર લોકસભા સામાન્ય ચૂંટણી 2024 માટે કુલ 2586 કર્મચારીઓ દ્વારા પોસ્ટલ બેલટથી મતદાન કરવામાં આવ્યું.
  • ગુજરાત વિધાનસભા પેટા ચૂંટણી-2024 માટે કુલ 22 કર્મચારીઓ દ્વારા પોસ્ટલ બેલટથી મતદાન કરવામાં આવ્યું
  • જીલ્લા ચૂંટણી અધિકારી અમિત પ્રકાશ યાદવે પોસ્ટલ બેલટથી મતદાન પ્રક્રિયાની સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન આપ્યું.

નડિયાદ, લોકસભા સામાન્ય ચૂંટણી-2024 અંતર્ગત ખેડા જીલ્લામાં ચૂંટણી ફરજ પર રોકાયેલા કર્મચારીઓ માટે પોસ્ટલ બેલટથી મતદાન યોજાયું હતું. જે પૈકી જીલ્લા ચૂંટણી અધિકારી અમિત પ્રકાશ યાદવે નડિયાદના બાસુદીવાલા પબ્લીક સ્કુલની મુલાકાત લઈ સમગ્ર પોસ્ટલ બેલટની પ્રક્રિયાની સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. જીલ્લા ચૂટંણી અધિકારીએ બાસુદીવાલા પબ્લીક સ્કુલ ખાતે પોસ્ટલ બેલટ તાલીમ કેન્દ્ર, પોસ્ટલ બેલટ વોટીંગ સેન્ટર, રીસીવીંગ ડિસ્પેચ સેન્ટર, ઈવીએમ સ્ટ્રોંગરૂમની મુલાકાત લઈ કામગીરીની સમીક્ષા કરી હતી.

જીલ્લાના કુલ 06 મતદાન ફેશીલીટેશન સેન્ટર પર લોકસભા સામાન્ય ચૂંટણી 2024 માટે કુલ 2586 કર્મચારીઓ દ્વારા પોસ્ટલ બેલટથી મતદાન કરવામાં આવ્યું હતું. ઉપરાંત ગુજરાત વિધાનસભા પેટા ચૂંટણી-2024 માટે કુલ 22 કર્મચારીઓ દ્વારા પોસ્ટલ બેલટથી મતદાન કરવામાં આવ્યું હતું.

નોંધનીય છે કે ખેડા જીલ્લાની એન.સી.પરીખ હાઈસ્કુલ માતર રૂમ નં-13,14અને15ખાતે, બાસુદીવાલા પબ્લીક હાઈસ્કુલ, નડિઆદ ખાતે, શેઠ.જે.એચ.સોનાવાલા હાઈસ્કુલ મહેમદાવાદ ખાતે, સ્વયંપ્રભાબહેન શાહ હાઈસ્કુલ, કોલેજ કેમ્પસ મહુધા ખાતે, ધી. જે.એમ.દેસાઈ હાઈસ્કુલ ઠાસરા ખાતે અને સી.ડી.ગાંધી ઈંગ્લીશ મીડીયમ સ્કુલ (સી.એન.વિદ્યાલય કેમ્પસ) સહિત કુલ 06 મતદાન ફેશીલીટેશન સેન્ટર પર લોકસભા સામાન્ય ચૂંટણી માટે પોસ્ટલ બેલેટથી મતદાન યોજાયું હતું.