ખેડા જીલ્લાના બાગાયતી ખેતી કરતા ખેડૂતો માટે 2024-25 GROW MORE FRUIT CROP અભિયાન અંતર્ગત આઈ ખેડુત પોર્ટલ પર અરજી પ્રક્રિયા શરૂ

  • ખેડુતો દ્વારા તા.16/07/2024 થી 15/08/2024 સુધી અરજી કરી શકાશે.

ખેડા જીલ્લાના બાગાયતી ખેતી કરતા ખેડૂત મિત્રોએ સને 2024-25 માટે GROW MORE FRUIT CROP અભિયાન અંતર્ગત બાગાયત ખાતાની ફળ પાક વાવેતરની વિવિધ યોજનાઓ જેવીકે પપૈયા વાવેતર સહાય, ધનિષ્ટ ખેતીથી વાવેલ ફળ પાકો, નાળીયેર વાવેતર વિસ્તાર સહાય, ટીસ્યુ ખારેકની ખેતીમા સહાય, ફળ પાક પ્લાંટીગ મટીરીયલ્સમાં સહાય, ફળ પાકો જેવા કે દ્રાક્ષ, કીવી, પેશનફ્રુટ વગેરે કોમ્પ્રીહેંસીવ હોર્ટીકલચર ડેવલપમેંટ, ફળપાક પ્લાંટીંગ મટીરીયલ્સમા સહાય, કેળ (ટીસ્યુ)ફળ પાક ઉત્પાદકતા વધારવા, આંબા તથા જામફળ ઉત્પાદકતા વધરવા, કમલમ (ડ્રેગન ફ્રુટ) વાવેતર માટે સહાય, વધુ ખેતી ખર્ચ સિવાયના ફળ પાકો તેમજ સરગવાની ખેતીમાં સહાય જેવા ઘટકોમાં લાભ લેવા માટે આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી તા.16/07/2024 થી 15/08/2024 સુધી કરી શકાશે.

ઓનલાઈન અરજી કરી સાધનીક કાગળો જેવા કે 7/12, 8અ, આધાર કાર્ડ, બેંક પાસબુકની નકલ અથવા કેંસલ ચેક તથા ઓન લાઈન કરેલ અરજીની પ્રીંટ લઈ સહી કરી ઉક્ત દર્શાવેલ તમામ સાધનીક કાગળો દિન-7 માં નાયબ બાગાયત નિયામકની કચેરી, નડિયાદ, જી.ખેડા, સરદાર ભવન ખાતે રજુ કરવાના રહેશે જેની નોંધ લેવા ખેડા જીલ્લાના સર્વે બાગાયતી ખેડૂતમિત્રોને નાયબ બાગાયત નિયામકની કચેરી, નડિયાદ દ્વારા જણાવાયુ છે.