ખેડા જિલ્લાના બાગાયતી ખેતી કરતાં અને કરવા માંગતા ખેડૂતો માટે

  • કેન્દ્ર અને રાજય સરકારની પુરસ્કૃત યોજનાઓનો લાભ લેવા આઇ ખેડૂત પોર્ટલ તા.12/03/2024 થી તા.11/05/2024 સુધી ખુલ્લુ મુકાશે

નડિયાદ, ખેડા જિલ્લામાં બાગાયતી પાકોની ખેતી કરતાં અને કરવા માંગતા તમામ ખેડૂતો પ્રકારના જિલ્લાના ખેડૂતોને બાગાયત ખાતાની વિવિધ સહાયલક્ષી યોજનાઓ હેઠળ સહાય/લાભ મેળવવા માટે ઓનલાઇન અરજીઓ કરી શકે તે હેતુથી સરકારની રાજય અને કેન્દ્ર પુરસ્કૃત યોજના જુદા જુદા ઘટકોમાં લાભ આપવા આઇ ખેડૂત પોર્ટલ તા.12/03/2024 થી તા.11/05/2024 સુધી ખુલ્લુ મુકવામાં આવશે. જેમાં અતિ ઘનિષ્ઠ તથા ધનિષ્ઠ ખેતીથી જ વાવેલ ફળપાકો-આંબા, જામફળ, દાડમ, લીંબુ, ફળ પાક પ્લાન્ટીંગ મટીરીયલ્સમાં સહાય, વધુ ખેતી ખર્ચવાળા છે. ફળપાકો સિવાયના ફળપાકો, છુટા ફૂલો, પ્લાસ્ટીક મલ્યીંગ, ટ્રેક્ટર (20 PTO HP સુધી), ટ્રેક્ટર માઉન્ટેડ પંપ (20 BHP થી ઓછા/35 BHP થી વધુ), પાવર નેપસેક પંપ(16 લી. વધુ), સ્વયં સંચાલિત બાગાયત મશીનરી, પાવર ટીલર (8 BHP થી ઓછા/8 BHP થી વધુ). સરગવાની ખેતીમાં સહાય. વોટર સોલ્યુબલ ફર્ટીલાઇઝર, હાઇબ્રીડ બિયારણ, કાચા મંડપ ટામેટા/મરચાં અને અન્ય શાકભાજીના ટ્રેલીઝ વગેરે જેવા જુદા- જુદા જિલ્લામાં અમલી યોજના અને ઘટકોમાં સહાય/લાભ લેવા માંગતા ખેડૂતોને ઓનલાઇન અરજી કરવા જણાવવામાં આવે છે.

ઓનલાઇન અરજી કર્યા બાદ અરજીપત્રકની પ્રિન્ટ આઉટ લઇ અરજીપત્રકમાં અરજદારે સહી અથવા અંગૂઠાનું નિશાન કરી. આધાર કાર્ડની નકલ 7/12 અને 8-અ ની નવી અસલ નકલ, બેંક પાસબુકના પહેલા પાનાની નકલ/કેન્સલ ચેક, અનુસુચિત જાતીનામ કિસ્સામાં સક્ષમ અધિકારીનું જાતીનું પ્રમાણપત્ર, દિવ્યાંગ અરજદાર ખેડૂતના કિસ્સામાં તે બાબતનું સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર સહિત નાયબ બાગાયત નિયામકની કચેરી, રૂમ નં. 4-5, ભોય તળીયું, ડી બ્લોક, સરદાર પટેલ ભવન, નડીયાદ, જી.ખેડા ખાતે અરજી કર્યાના એક અઠવાડિયામાં રજૂ કરવા જણાવવામાં આવે છે. સરકારના યોજનાકીય નિયમો અનુસાર અને કાળવેલ લક્ષ્યાંકોની મર્યાદામાં ખેડૂતોને લાભિત કરવામાં આવશે.