- ફૂટબોલ ગ્રાઉન્ડ કપડવંજ કેળવણી મંડળ કપડવંજ ખાતે સુબ્રટો મુકરજી ફુટબોલ સ્પર્ધા યોજાશે.
- સ્પર્ધામાં ભાગ લેવા ઇચ્છતા ખેલાડીઓએ ઓનલાઈન એન્ટ્રી કરવાની રહેશે.
- ઓનલાઇન એન્ટ્રી પ્રવેશ પત્ર જીલ્લા રમત ગમત અધિકારીની કચેરી ખાતે તા. 20-04-2024 સુધીમાં મોકવાના રહેશે.
નડીયાદ,સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા ખેલાડીઓ માટે જુદી જુદી યોજના તેમજ સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. ચાલુ વર્ષે 63મી સુબ્રટો કપ ઇન્ટરનેશનલ ફૂટબોલ સ્પર્ધા 2024નું આયોજન કરવામાં આવનાર છે. જેમાં ભાગ લેવા માટે ઇચ્છતા ખેલાડીઓની ઓનલાઈન એન્ટ્રી વેબસાઈટ પર ફરજીયાત કરવાની રહેશે. આ સ્પર્ધા માટેના ઓનલાઇન એન્ટ્રી પ્રવેશ પત્ર જીલ્લા રમત ગમત અધિકારી, જીલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, નડીઆદ, કચેરીએ તા.20-04-2024 સુધીમાં મોકવાના રહેશે. એક શાળામાંથી એક વય જૂથમાં એક જ એન્ટ્રી સ્વીકારવામાં આવશે.
કોઈપણ ધોરણમાં અભ્યાસ કરતા તારીખ 01-01-2010 થી જન્મેલા અંડર-15 સુબ્રટો ફૂટબોલ સબ જુનિયર (ભાઈઓ), તારીખ 01-01-2008 થી જન્મેલ અંડર-17 ફૂટબોલ જુનિયર (ભાઈઓ), તારીખ 01-01-2008 થી જન્મેલ અંડર 17 સુબ્રટો ફૂટબોલ જુનિયર (બહેનો) આ સ્પર્ધામાં ભાગ લઈ શકશે.
ખેડા જીલ્લામાં તારીખ 25-04-2024 થી 27-04-2024 દરમિયાન ફૂટબોલ ગ્રાઉન્ડ કપડવંજ કેળવણી મંડળ કપડવંજ ખાતે સ્પર્ધા ક્ધવીનર સુરેશભાઈ રાજગોરના સંકલનમાં સુબ્રટો ફૂટબોલ સ્પર્ધા યોજાશે. જેમાં તારીખ 25-04-2024ના રોજ અંડર-15 સુબ્રટો ફૂટબોલ સબ જુનિયર (ભાઈઓ), તારીખ 26-04-2024ના રોજ અંડર-17 સુબ્રટો ફૂટબોલ જુનિયર (ભાઈઓ) અને તારીખ 27-04-2024 ના રોજ અંડર-17 સુબ્રટો ફૂટબોલ જુનિયર (બહેનો) માટે ઉપરોક્ત સ્થળે સ્પર્ધાનું આયોજન થશે.
આ સ્પર્ધા માટે અમુક સામાન્ય નિયમો રહેશે. કોઈપણ ખેલાડી એક વયજુથમાં ભાગ લઈ શકશે. ઓનલાઈન એન્ટ્રી કરેલ હશે તે શાળા/ખેલાડી સ્પર્ધામાં ભાગ લઈ શકશે. એન્ટ્રીમાં શાળા/સંસ્થાના સંપર્ક નંબર અને વ્યાયામ શિક્ષકનો મોબાઈલ નંબર ફરજીયાત લખવાનો રહેશે. સંજોગ વસાત કોઈપણ જાતનો ફેરફાર થશે તો આવેલ એન્ટ્રીમાં દર્શાવેલ સંપર્ક નંબર પર જાણ કરવામાં આવશે. તમામ સ્પર્ધામાં જે તે શાળા ખેલાડીની પાસેથી વાલીનું સંમતિ પત્રક લઈ પોતાની શાળા રાખવું જેની ખાસ તકેદારી રાખવી. જીલ્લાકક્ષાએ વિજેતા થનાર ટીમ જ રાજયકક્ષા સ્પર્ધામાં ભાગ લેવા જશે. ટીમ સિલેકશન કરવામાં આવશે નહી. બહેનોની ટીમમાં સંસ્થાએ ટીમની સાથે મેનેજર તરીકે બહેનને જ મોકલવાના રહેશે. કોઈ કારણસર સ્પર્ધાના કાર્યક્રમમાં ફેરફાર થશે તો ટેલીફોનિક દ્વારા જાણ કરવામાં આવશે. સ્પર્ધા ઓલ ઈન્ડીયા ફુટબોલ ફેડરેશન (અઈંઋઋ)ના નિયમોનુસાર યોજાશે. રાજયકક્ષાએ ભાગ લેવા જનાર ટીમના કોચ/મેનેજરે જે તે આયોજક જીલ્લાનો સંપર્ક કરીને સ્પર્ધામાં ભાગ લેવા જવાનું રહેશે. જે શાળા/સંસ્થાના વિજેતા જાહેર થાય તે ટીમ જ તથા ટીમ સાથે કોચ મેનેજર તરીકે શાળા/સંસ્થાના વ્યાયામ શિક્ષકને રાજયકક્ષાએ ટીમ લઈને ફરજીયાત જવાનું રહેશે. ગેરવર્તુણક કે ગેરશિસ્ત આચરનાર ખેલાડી કે સંસ્થાને સ્પર્ધામાંથી બાકાત કરવામાં આવશે. જો કોઈ ટીમ કે ખેલાડી સામે કોઈ વાંધો કે ફરીયાદ હોય તો મેચ શરૂ થયાના 30 મીનીટમાં લેખિત અરજી સાથે રૂ. 500 પ્રોટેસ્ટ ફી ભરી ક્ધવીનર અથવા જીલ્લા રમતગમત અધિકારીને પ્રોટેસ્ટ નોંધાવી શકાશે. સ્પર્ધા સ્થળ પર પંચ / રેફરીનો નિર્ણય આખરી રહેશે. જેને પડકારી શકાશે નહીં. સ્પર્ધા દરમિયાન કોઈપણ તકલીફ થશે તો જે તે ખેલાડી/સંસ્થા જવાબદારી રહેશે. જેમાં આયોજકની જવાબદારી રહેશે નહી તેમ રમતગમત અધિકારી નડિયાદ દ્વારા જણાવાયું છે.