
ખેડા,પખવાડિયા અગાઉ નકલી સિરપકાંડમાં ખેડા જીલ્લામાં મોતનું તાંડવ ખેલાયુ હતું. જેમાં સાત નિર્દોષ વ્યકિતઓએ જીવ ગુમાવ્યા હતા. ત્યારે પોલીસની તપાસમાં બધા એક બાદ એક ઘણા ખુલાસાઓ થયા છે અને આ સમગ્ર સુવ્યવસ્થિત ચાલતા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. નકલી સિરપના કાળા કારોબારમાં હાલ સુધી 7 આરોપીની પોલીસે ધરપકડ કરી છે અને રિમાન્ડ મેળવી કડક પુછપરછ આદરી રહી છે. આ મામલે તપાસમાં શુ અપડેટ આવી છે તે વીશે જીલ્લા પોલીસ વડાએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં જણાવ્યું હતું કે, મુખ્ય આરોપી યોગેશ સિંધી મુંબઇના તોફીક પાસેથી ઈથેનોઈલ મંગાવી પોતાની ફેક્ટરીમાં સિરપ બનાવતો હતો. જ્યારે સામેથી હાજર રાજદીપસિંહ વાળા માત્ર 12 પાસ જ હતો, પરંતું ટેક્નિકલ જાણકાર હતો. જ્યારે મુંબઈનો તોફીક મુકાદમ Bsc. ફિઝીક્સ MBA થયેલો છે.
સમગ્ર રાજયને હચમચાવી મૂકેલા નકલી સિરપ કાંડમાં સાત વ્યક્તિઓના મોત સામે 7 વ્યક્તિઓની પોલીસે હાલ સુધી ધરપકડ કરી છે અને એક બાદ એક રહસ્ય ઉજાગર કર્યા છે. ત્યારે આજે મંગળવારે જીલ્લા પોલીસ વડા રાજેશ ગઢિયાએ પ્રેસ કરી આ કેસમાં શું અપડેટ છે, તે વિશે જણાવ્યું હતું. જીલ્લા પોલીસ વડા રાજેશ ગઢીયાએ માહિતી આપતાં જણાવ્યું હતું કે, સીટની રચના કર્યા બાદ હાલ સુધી સાત આરોપીઓની ધરપકડ કરાઇ છે. જેમાંથી એકને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે. જ્યારે છ આરોપીઓ હાલ રિમાન્ડ પર છે, જેમાંથી બે આરોપીઓના તો ફરધર રિમાન્ડ પર છે.યોગેશ સિંધી છેલ્લા દોઢ-બે વર્ષથી ફેક્ટરી ચલાવતો હતો. યોગેશ સિંધી નડિયાદ-મહેમદાવાદ રોડ ઉપર મોકમપુરા ખાતે ત્રણ લાયસન્સના આધારે યુનિટ ચલાવતો હતો. આર્યુવેદિક સિરપ બનાવતો અને ઇથેનોલ લાવી ઉમેરતો તે બાબતના પુરાવા પણ મળ્યા છે. યોગેશ સિંધી છેલ્લા દોઢ બે વર્ષથી આ ફેક્ટરી ચલાવતો હતો અને યોગેશને આઈડિયા આપનાર ભરત નકુમ હતો. જોકે, હાલ ભરત નકુમ જામખંભાળિયાના કેસમાં જેલમાં છે. યોગેશ સિંધીની સાથે વડોદરાના બે વ્યક્તિઓ ભાવેશ અને નિતિન પણ સંપર્કમાં હતા. યોગેશ બહારથી અને પોતે પણ આ સિરપ બનાવતો હતો તે તેના ફેક્ટરીમાંથી માલુમ પડ્યું છે, આ ઉપરાંત એફએસએલનો પણ રિપોર્ટ આવી ગયો છે. જરૂર પડશે તો મુંબઈનો તોફીક અને વડોદરાના વડોદરાના બે વ્યક્તિઓ ભાવેશ અને નિતિન પણ ફરધર રિમાન્ડ માંગવામાં આવશે.જદીપ વાળા માત્ર 12 પાસ પણ ટેક્નિકલ જાણાકાર જીલ્લા પોલીસ વડાએ જણાવ્યું કે, રાજદીપ વાળા 12 પાસ પણ ટેકનીકલ જાણાકાર હતો અને મુંબઈનો તોફીક મુકાદમ ઇતભ. ફિઝીક્સ MBA થયેલો છે. તોફીક પાસેથી ઈથેનોઈલ મંગાવી યોગેશ સિંધી પોતાની મોકમપુરા ફેક્ટરીમાં સિરપ બનાવતો હતો. વધુમાં જણાવ્યું કે, માનવ અધિકાર આયોગ દ્વારા પણ જીલ્લા તંત્ર પાસેથી દિન 20માં સમગ્ર ઘટનાના અહેવાલ માંગાયા છે જે સમય મર્યાદામાં પણ મોકલી આપવામાં આવશે.