
રાજ્ય સરકાર દ્વારા રાજ્યભરમાં મોટા પાયે રસ્તા રીપેરીંગની કામગીરી શરૂ કરવામાં આવી છે. ખેડા જીલ્લામાં માર્ગ અને મકાન (પંચાયત) વિભાગ હસ્તકના આજ દિન સુધી કુલ 70 રસ્તાઓ ભારે વરસાદને કારણે વાહન વ્યવહાર અર્થે બંધ થયા હતા.
જે પૈકી હાલની સ્થિતિએ કુલ 60 થી વધુ રસ્તાઓ કાર્યરત થયેલ છે અને બાકીના રસ્તા કાર્યરત કરવાની કામગીરી હાલ શરૂ છે.
જેમાં,મહુધા સસ્તાપુર ખલાડી રોડ, મહોળેલ અલીન્દ્રા રોડ, તોરણીયા એપ્રોચ રોડ, કપડવંજના પાણીયારા ભાટેરા રોડ, દહીઅપ દુજેવાર નવાપુરા રોડ, નાયકા કલોલી રોડ, કાવઠ લોટીયા રોડ, માલ ઇતાડી દેવના મુવાડા રોડ, ગળતેશ્ર્વરના અંઘાડી ચપાટીયા રોડ અને માતરના દેથલી માંઘરોલ રોડ, વસ્તાના હાંડેવા વાલોત્રી રોડની મરામત કામગીરી કરી રોડ પુન: કાર્યરત કરવામાં આવી રહ્યા છે.
ભારે વરસાદના કારણે જે રસ્તાઓમાં નુકશાન થયેલ તે રસ્તાઓની મરામતની કામગીરી હાલ પ્રગતિમાં છેતેમજ જે હાલ બંધ છે તે રસ્તાઓ પરથી પાણી ઉતરેથી રસ્તાઓની ચકાસણી કરી અવર જવર માટે રસ્તાઓ વહેલી તકે કાર્યરત કરવામાં આવશે, એમ ખેડા જીલ્લામાં માર્ગ અને મકાન (પંચાયત) વિભાગ દ્વારા જણાવેલ છે.