ખેડા જીલ્લામાં માર્ગ અને મકાન (સ્ટેટ) વિભાગ દ્વારા ભારે વરસાદ બાદ નુકશાન થયેલ રસ્તાઓની મરામત કરી તેને પુન: કાર્યરત કરવાની કામગીરી ચાલુ

રાજ્ય સરકાર દ્વારા રાજ્યભરમાં મોટા પાયે રસ્તા રીપેરીંગની કામગીરી શરૂ કરવામાં આવી છે. ખેડા જીલ્લામાં માર્ગ અને મકાન (સ્ટેટ) વિભાગ હસ્તકના આજ દિન સુધી કુલ 34 રસ્તાઓ ભારે વરસાદને કારણે વાહન વ્યવહાર અર્થે બંધ થયેલ જે પૈકી હાલની સ્થિતિએ કુલ 30 રસ્તાઓ કાર્યરત થયેલ છે અને કુલ 04 રસ્તાઓ બંધ છે.

જેમાં ગરોડ અંતિસર દનાદરા રોડ, આમલીપરા દાણા અનારા રોડ, તૈયબપુરા ઝઘડુપુર લાડુજીના મુવાડા વધાસ નાનીઝેર મોટીઝેર રોડ ખેડા બારેજા ખેડા કેમ્પ ખુમારવાડ સુંઢા વણસોલ સિંહુજ, માતર તારાપુર બારેજા બારેજડી રોડ મહેલજ લીંબાસી રોડ, ખેડા મહેમદાવાદ મહુધા રોડ વારૂકાંસ પાલ્લા અસામલી રોડ, દેથલી માલાવાડા શેખુપુર રોડ, ઝારોલ એપ્રોચ રોડ, હૈજરાબાદ એપ્રોચ રોડ, આંત્રોલી એપ્રોચ રોડ, માતર પીપરીયા મહેલજ રોડ, નડિયાદ મેહમદાવાદ રોડ, પીજ મીત્રાલ બામરોલી રોડ, પણસોરા અલીણા લાડવેલ રોડ,મહુધા અલીના ડાકોર રોડ, બીલોદરા સિહુંજ સરસવણી રોડ, વસો પીજ નડિયાદ રોડ, રામોલ વસો રોડ,નડિયાદ ડાકોર પાલી રોડ, સાઢેલી ડ્ભાલી સનાદરા વાંઘરોલી રોડ,હાંડીયા વણાકબોરી રોડ, અંબાવ ગળતેશ્ર્વર રોડ, ઠાસરા વાઘરોલી હડમતીયા રોડ, મહીસા ચેતરસુંબા ઓઝરાડા રોડ, ઠાસરા વાડદ રેલીયા મોટીઝેર રોડ (ઠાસરા પીપલવાડા.), ડાકોર સૂઈ મોરઆમલી ચુણેલ રોડ, ડાકોર કાલસર રાણીયા રોડ, ઉંબા મરઘાકૂઈ રોડ, કિ.મી. અહીમા ધુળેટા ઠાસરા રોડની મરામત કામગીરી કરી રોડ પુન: કાર્યરત કરવામાં આવી રહ્યા છે.

આ બંધ થયેલ રસ્તા ઉપર જરૂરી મશીનરી જેવી કે જેસીબી, ડમ્પર, ટ્રેક્ટર, વગેરે અને મેન પાવર તથા મટીરીયલ સાથે માર્ગ અને મકાન વિભાગની અલગ અલગ ટીમો દ્વારા દિન-રાત કામગીરી હાથ ધરવામાં આવેલ અને હાલ કુલ 30 રસ્તાઓ વાહન વ્યવહાર માટે ચાલુ કરવામાં આવેલ છે. જ્યારે બાકીના 4 રસ્તાઓમાં ખેડા માતર તારાપુર ,વસો પીજ નડિયાદ રોડ,પીજ મીત્રાલ બામરોલી રોડ અને દેથલી માલાવાડ શેખુપુર રોડ હાલમાં બંધ છે જેને સ્તવરે વાહન વ્યવહાર માટે ચાલુ કરી દેવામાં આવશે એમ માર્ગ અને મકાન (સ્ટેટ) ખેડા દ્વારા જણાવાયુ છે.