- કોઇપણ વ્યકિત, પ્રકાશકનું નામ, મુદ્રકનું નામ તેમજ સરનામું લખેલ ન હોય તો મુદ્રણાલયનું લાઇસન્સ પણ રદ થઇ શકે.
નડિયાદ,આગામી તા.07/05/2024ના રોજ ખેડા લોકસભાની સામાન્યચૂંટણી યોજાનાર હોઈ ચૂંટણીને લગતા ચોપાનીયાં, ભીંતચિત્રો વગેરેના મુદ્રણ અને પ્રકાશન માટે લોક પ્રતિનિધિત્વ અધિનિયમ-1951ની કલમ-127-ક ની જોગવાઈ. મુજબ ખેડા જીલ્લા મેજીસ્ટ્રેટ અમિત પ્રકાશ યાદવેપ્રતિબંધ ફરમાવ્યો છે.
તે મુજબ કોઈપણ વ્યક્તિ, જેના પર તેના મુદ્રક અને પ્રકાશનના નામ અને સરનામા ના હોય એવા ચૂંટણીને લગતા ચોપાનીયાં કે ભીંતચિત્રો છાપી કે પ્રસિધ્ધ કરી શકાશે નહીં અથવા છપાવી શકાશે નહીં. અને તેમ કરવામાં આવે તો લોક પ્રતિનિધિત્વ ધારાના ભંગ બદલ શિક્ષાને પાત્ર થાય છે. તેમજ મુદ્રણાલયનું લાઇસન્સ પણ રદ થઇ શકે છે. જેથી ખેડા જીલ્લા મેજીસ્ટ્રેટ અમિત પ્રકાશ યાદવ (આઈ.એ.એસ.)એ વિવિધ પ્રતિબંધ સમગ્ર ખેડા જીલ્લાના વિસ્તારમાં ફરમાવ્યા છે.
જે મુજબ (1) કોઇપણ વ્યક્તિ કે સંસ્થા જેના પર તેના મુદ્રક અને પ્રકાશકના નામ અને સરનામાં ન હોય એવા ચૂંટણીને લગતા ચોપાનીયાં ભીંતપત્રો છાપી કે પ્રસિધ્ધ કરી શકશે નહીં અથવા છપાવી કે પ્રસિધ્ધ કરાવી શકશે નહીં. (2) કોઈપણ વ્યકિત કે સંસ્થા આ ચૂંટણીને લગતા કોઈપણ ચોપાનીયાં, ભીંતપત્રો પ્રિન્ટ કરતા પહેલા પ્રકાશક પાસેથી તેની સહીવાળા અને તેને અંગત રીતે ઓળખતી હોય, તેવી બે વ્યક્તિઓની સાક્ષી સહી કરેલ પ્રકાશકની ઓળખ અંગેના એકરારની બે નકલ મેળવી ત્યારબાદ જ આવા ચૂંટણી સાહિત્ય છાપવાના રહેશે અને પ્રિન્ટીંગ કરેલા સાહિત્ય ઉપર મુદ્રક તથા પ્રકાશકના પુરેપુરા નામ, સરનામા, ફોન તથા મોબાઇલ નંબર દર્શાવવાના રહેશે તેમજ પ્રિન્ટ કરવામાં આવેલી નકલોની સંખ્યા દર્શાવવાની રહેશે. હાથે નકલો કરવા સિવાય લખાણની વધુ નકલો કાઢવાની કોઈપણ પ્રક્રિયા મુદ્રણ ગણાશે અને મુદ્રકનો અર્થ તે પ્રમાણે થશે. (3) મુદ્રકએ પ્રિન્ટ કરવામાં આવેલી તમામ સાહિત્યની ચાર નકલો તથા પ્રકાશક પાસેથી મેળવેલા એકરારનામાં “એપેન્ડીક્ષ-એ અને “એપેન્ડીક્ષ-બી”ની એક-એક નકલ છાપકામ કર્યાના ત્રણ દિવસની અંદર સંબંધિત ચૂંટણી અધિકારીને રજુ કરવાની રહેશે.
આ હુકમના ભંગ અથવા કોઇપણ ઉલ્લંઘનને ખૂબ ગંભીરતાથી જોવામાં આવશે અને યોગ્ય કેસોમાં રાજ્યના પ્રવર્તમાન કાયદા અન્વયે મુદ્રણાલયનું લાયસન્સ/ રજીસ્ટ્રેશન પણ રદ કરવા જેવા કડક પગલા લેવામાં આવશે. વધુમાં આ અંગેનો ભંગ થયેથી કલમ-127(ક)(4) ની જોગવાઇ મુજબ 06(છ) માસ સુધીની કેદની અથવા રૂા.2000/- સુધીના દંડની અથવા બંને શિક્ષાઓને પાત્ર ગુનો બનતો હોઇ આ જોગવાઇ મુજબ મુદ્રણાલયની સામે યોગ્ય જણાયે કાનૂની પગલા ભરવાની કાર્યવાહી કરવાને પાત્ર થશે. આ હુકમ તા.15/05/2024 સુધી અમલમાં રહેશે.