ખેડા જીલ્લા કાનૂની માપ વિજ્ઞાન તંત્ર દ્વારા જીલ્લાનાં 95 વેપારી એકમો સામે ધી લીગલ મેટ્રોલોજી એક્ટ- 2009ના ભંગ બદલ કાયદેસની કાર્યવાહી કરવામાં આવી

  • એપ્રિલથી જૂન-2024 દરમિયાન કુલ 1050 વેપારી એકમોની ઓચિંતિ મુલાકાત લઈ રૂ.1,79,450/- ગૂન્હો માંડવાળ ફી પેટે વસૂલાત કરવામાં આવ્યા.

ખેડા જીલ્લાના ગ્રાહકો વેપારી એકમો દ્વારા ગેરરીતી માલુમ થવાના સંજોગોમાં aclm-nddgujarat. gov.in પર અથવા રૂબરૂ મદદનીશ નિયંત્રક, કાનૂની માપ વિજ્ઞાન તંત્ર, કચેરી નડિયાદ ખાતે સંપર્ક કરી શકાશે

મદદનીશ નિયંત્રક, કાનૂની માપ વિજ્ઞાન તંત્ર, ખેડા જીલ્લો-નડીયાદ દ્વારા વર્ષ- 2024-25 માહે એપ્રિલ-મે-જૂન-2024 દરમિયાન રૂ.11,70,632 વજન-માપ સાધનોની ચકાસણી-મુદ્રાંકન ફી પેટે વસૂલાત કરેલ છે. તથા આ ત્રણ માસ દરમિયાન ખેડા જીલ્લાના 1050 વેપારી એકમોની ઓચિંતી મુલાકાત લઈ 95 વેપારીઓ સામે ધી લિગલ મેટ્રોલોજી એક્ટ- 2009ના ભંગ સબબ કાયદેસરની કાર્યવાહી કરી રૂ.1,79,450/- ગૂન્હો માંડવાળ ફી પેટે વસૂલાત કરેલ છે.

જેમાં વજનમાં ઓછુ આપવું, વજનમાપ સાધનો ચકાસણી-મુદ્રાંકન નહી કરાવવા, પેકીંગ ઉપર નિર્દેશનો નહી દર્શાવવા, પેકીંગ ઉપર છાપેલ કિંમત કરતા વધુ ભાવ લેવા, પેકીંગ ઉપર છાપેલ કિંમતમાં ચેક-ચાક કરવી તથા પેકીંગ આઈટમો માટે જરૂરી નોંધણી નહી કરાવવી, પેકીંગમાં સામાન વેચતા વેપારીઓ દ્વારા વજન-કાંટો નહી રાખવો તથા ઈલેક્ટ્રોનિક વજન-કાંટો રાખતા વેપારીઓ દ્વારા ગ્રાહકોને ટેસ્ટીંગ માટે જરૂરી ટેસ્ટીંગ વજન નહી રાખવા સબબના ગૂન્હા સામેલ છે.

વધુમાં ખેડા જીલ્લાના ગ્રાહકોને ઉક્ત પ્રકારની ગેરરિતી માલુમ પડે તો ઈ-મેઈલ આઈ.ડી.aclm-nddgujarat. gov.in ઉપર અથવા સી-16, ભોંયતળીયે, સરદાર પટેલ ભવન, મીલ રોડ, નડીયાદ ખાતે મદદનીશ નિયંત્રણ કાનુની માપ વિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષા કચેરીનો સંપર્ક કરવા જણાવવામાં આવેલ છે.